ભુજ, તા. 13 : અહીંના હોસ્પિટલ રોડ વિસ્તારના
માર્ગ વચ્ચે ક્ષતિગ્રસ્ત થયેલાં ગટરનાં ઢાંકણાએ અકસ્માતની ભીતિ સર્જી છે. ભુજ ઈંગ્લિશ
સ્કૂલ નજીક આવેલા સ્વ. સોની ખેતશી ખેંગારજી સ્મૃતિ પાર્ક તથા અજરામર જૈન બોર્ડિંગ પાસે
રસ્તા વચ્ચોવચ આવેલી ગટરનું ઢાંકણું લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. મુખ્ય માર્ગ હોતાં
વિદ્યાર્થીઓ, દર્દીઓ તથા લોકોની અવરજવર
સતત રહે છે. આસપાસની સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ધ્યાન દોરવા છતાં ઢાંકણું રિપેર
કરાતું નથી. આ ગટરનું તૂંટેલું ઢાંકણું ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જી શકે તેમ હોવાથી
સુધરાઈ દ્વારા સત્વરે રિપેર કરાય તેવી જાગૃતો માંગ કરી રહ્યા છે.