• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

પોલીસ લોકોનો મિત્ર છે ; દીકરીઓને સુરક્ષિત રહેવા અનુરોધ

ભુજ, તા. 23 : પોલીસ `શી' ટીમ ભુજ દ્વારા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી દિવાળી તહેવાર તથા વેકેશન અનુસંધાને મહિલા જાગૃતિ અને સાઇબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. દીપ પ્રાગટય બાદ સંસ્થાના ટ્રસ્ટી કીર્તિભાઇ વરસાણીએ સ્વાગત પ્રવચન બાદ આવા માર્ગદર્શન કાર્યક્રમો યોજવા અનુરોધ કર્યો હતો. સુંડા સાહેબે વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે, પોલીસ પ્રજાનો મિત્ર છે. મુશ્કેલ સમયે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શી ટીમની મદદ લેવા તથા દીકરીઓને જાગૃત રહી સુરક્ષિત રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં શી ટીમના પી.એસ.આઇ. યુ. ડી. ગોહિલ, એ.એસ.આઇ. શીતલબેન નાઇ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગાયત્રીબેન બારોટ તેમજ રમીલાબેન સાહુ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન આચાર્ય ડો. હીનાબેન ગંગરે કર્યું હતું. સંચાલન ઝરણાબેન પંડયા તથા આભારવિધિ વિધિબેન ગોરે કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang