• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

કચ્છની નર્સરીઓમાંથી વિક્રમી 16.77 લાખ રોપાનું વિતરણ

ભુજ, તા. 26 : ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે હાલ જળવાયુ પરિવર્તન એક મોટો પડકાર બની ગયું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતા અસામાન્ય ઉતાર-ચડાવ છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકો અનુભવી રહ્યા છે. આ પડકાર સામે બાથ ભીડવી હોય, તો મહત્તમ વૃક્ષો વાવવાં અનિવાર્ય બની ગયાં છે, ત્યારે કચ્છમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતતા વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક તાલુકામાં કાર્યરત નર્સરીઓમાંથી વિક્રમી ગણી શકાય તેટલા 16.77 લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. વિશાળ વિસ્તાર ધરાવતું કચ્છ વરસાદની અનિયમિતતાનો સામનો કરતું રહ્યું છે. જંગલ બહારના ભાગમાં વૃક્ષોનું આવરણ વધારવા માટે સામાજિક વનીકરણ વિભાગે દસેય તાલુકામાંથી કાર્યરત નર્સરીમાંથી રોપા વિતરણનું કાર્ય હાથ ધર્યું છે. સામાજિક વનીકરણ વિભાગના અધિકારી હરેશ મકવાણાએ વિગતો આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ  મા કે નામ ઝુંબેશ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા કરેલાં આહ્વાનને કચ્છીમાડુઓએ બરાબરનું ઝીલી લીધું છે. લોકો વન વિભાગની નર્સરીમાંથી રોપા મેળવી વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના લોકોને અભિયાનમાં જોડાવા હાકલ કરી છે. તમારી નજીક કઈ નર્સરી કાર્યરત છે, તેના માટે ક્યુ.આર. કોડ પણ અમલી બનાવાયો છે. શ્રી મકવાણાએ કહ્યું કે, વૃક્ષોના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયો છે, તો વૃક્ષો એટલું જ ઐાષધિય મહત્ત્વ પણ ધરાવે છે. જૈવ વિવિધતા ટકાવવામાં વૃક્ષો અગત્યની ભૂમિકા ભજવે છે. આ બધી બાબતોને ધ્યાને લઈ વૃક્ષારોપણની કચ્છમાં અગત્યતા વધેલી દેખાઈ રહી છે. વધુમાં ખેડૂતો પણ પોતાના ખેતરમાં વૃક્ષ વાવવા ઈચ્છે, તો વન વિભાગની વિવિધ યોજનાનો લાભ મેળવી શકે છે. અત્યાર સુધી જિલ્લામાં 32પ ખેડૂતે 2.17 લાખ રોપા માટે નોંધણી કરાવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024