• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ઘડુલીની ગ્રામસભામાં ગામને કનડતા વિવિધ પ્રશ્નોની રજૂઆત સાથે ચર્ચા

ઘડુલી (તા. લખપત), તા. 26: આ ગામે પ્રાથમિક શાળા ખાતે સરપંચ નિલમબેન નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવામાં આવેલી હતી. શરૂઆતમાં તલાટી સહમંત્રી એચ. બી. ડાભી દ્વારા ગ્રામસભાનો ઉદ્દેશ્ય સમજાવી પ્લાસ્ટિકમુક્ત ભારત અંતર્ગત ઘડુલી ગામ પ્લાસ્ટિક મુક્ત બને, જેમાં ગ્રામજનો સહકાર આપે તેવું જણાવ્યું હતું. ગામના પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલે ગામજનોને નિયમીત પંચાયતવેરા ભરી અને ગામના વિકાસકાર્યોમાં સહકાર આપવા અપીલ કરી હતી. સભામાં લખપત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હુસેન રાયમા, ગ્રામ પંચાયતના ઉપસરપંચ હનીફ રાયમા, ગ્રામ પંચાયતના સદસ્યો વનિતાબેન પટેલ, ચંદ્રિકાબેન ચરપોટ, વનિતાબેન ગોસ્વામી, મુકેશ ત્રિવેદી, ઉંમર કોલી, ગામના આગેવાનો એસ.એમ.સી.ના અધ્યક્ષ ગફૂર રાયમા, પૂર્વ ઉપસરપંચ હુસેન કુંભાર, જમનાદાસ સોની, લખપત તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ઈરફાન રાયમા, નઝીર મંધરા, જુમા કોલી, પ્રતાપજી જાડેજા, દેવજીભાઈ શાહ, ચંદ્રેશ સોની, મોહનભાઈ નાઇ, પ્રાથિમક શાળાના આચાર્ય દિનેશ સોલંકી સહિતના હાજર રહ્યા હતા. આરોગ્ય વિભાગના સી.એચ.ઓ. જયેશભાઈ પરમાર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે માહિતી આપી લોકોને જાગૃત બની આ રોગ સામે સાવધાની અને સલામતી અંગે સમજ અપાઈ હતી. આરોગ્ય વિભાગના જીતુભાઈ પટેલ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ તકે બાલિકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોનું ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો તેમજ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં રખડતા ઢોર, દબાણ, ગ્રામ હાટ બનાવવા, પાણીની નવી વિતરણ વ્યવસ્થાનું આયોજન કરવું, ગામના આંતરિક રસ્તાઓ પર માલવાહક ગાડીઓના કારણે પડતી તકલીફ સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. જેના પ્રત્યુતરમાં પંચાયત દ્વારા ગ્રામજનોના સાથ-સહકારથી ઉપસ્થિત થયેલા પ્રશ્નોના યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આયોજન વ્યવસ્થા ખુશાલ દરજી અને તરુણ હળપાણીએ સંભાળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024