• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ટપ્પરમાં ગ્રા.પં.ની કલેક્ટરે અનદેખી કરી હોવાનો આક્ષેપ

ભુજ, તા. 26 : અંજાર તાલુકાનાં ટપ્પર ગામે અંદાજિત 100 એકર જમીન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને?ફાળવાતાં ગામલોકોમાં રોષ ફેલાતાં આ બાબતે કલેક્ટરને આ જમીન ફાળવણી રદ કરવા આગેવાનો તથા ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું. ગામલોકોના જણાવ્યાનુસાર ગામમાં ઘેટાં, બકરાં, ગાય, ભેંસ જેવા પશુધન માટે ચરિયાણની જમીન નથી, જ્યારે  સરકારે આ વીજકંપનીને 100 એકર જમીન ફાળવી દેતાં ગામની ગૌચર જફમીનની ઘટ સર્જાઇ?છે. સરકારે પહેલાં ગામની ગૌચરની ઘટ પૂર્ણ કરવી જોઇએ. ત્યારબાદ આવી જમીનો ફાળવવી જોઇએ. ઉપરાંત કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયત-ટપ્પર દ્વારા કરાયેલી રજૂઆત મુજબ સરપંચના પત્રની પણ ગંભીરતા લીધેલી નથી. ગ્રામ પંચાયતના પત્રની અનદેખી કરી જમીન મંજૂર કરાઇ છે. જે ખરેખર ગામલોકોથી અન્યાય છે, જેથી પ્રતિનિધિ મંડળ સ્વરૂપે કલેક્ટર તથા સાંસદ વિનોદભાઇ ચાવડાને પણ આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરાઇ હતી. આવેદનપત્ર આપતી વેળાએ  ગ્રામજનોએ ચીમકી આપી હતી કે, જો આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો  આગામી દિવસોમાં સમસ્ત ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવશે. ગ્રામ્યજનો સાથે કોંગી આગેવાન વી. કે. હુંબલ, ડાયાભાઇ રબારી- સરપંચ,  હરિભાઇ મ્યાત્રા, ભરતભાઇ હેઠવાડિયા,  મશરૂ રબારી,  શંભુ કરશન ડાંગર, અરજણ ખાટરિયા, હરિભાઈ ચૌધરી, શંભુભાઈ ડાંગર, ગોવા રબારી, પચાણભાઇ રબારી, ભરત ચૈયા, ગનીભાઇ કુંભાર,?ધીરજ ગરવા વગેરે જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024