• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ચેરિયા એ માનવવસ્તી માટે જાણે સુરક્ષા કવચ

નારાયણ સરોવર, તા. 26 : દરિયા વિસ્તાર અને કાંઠાળપટમાં જોવા મળતા ચેરિયા એ માનવવસ્તી માટે એક મોટું સુરક્ષા કવચ છે, તેથી જ ચેરિયાનાં જંગલો વિકસાવવામાં આવે છે, તેવી અહીં સમજ આપવામાં આવી હતી. વિશ્વ ચેરિયા દિવસ નિમિત્તે પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા નારાયણ સરોવર માધ્યમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વન વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય ઉદ્દેશ બાળકોમાં મેન્ગ્રૂવ (ચેર) અંગેની સમજ તથા ચેરનું મહત્ત્વ સમજી શકે તેમજ લોકજાગૃતિ ફેલાઈ શકે તે હેતુથી મેન્ગ્રૂવની વિવિધ ઉપયોગિતા તથા મહત્ત્વ બાબતે માહિતી આપવામાં આવી. ઉપરાંત દરિયાકિનારાના લોકોમાં ચેરિયા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે દરિયાકિનારાના ગામોમાં `મેન્ગ્રૂવ રથ' ફેરવવામાં આવ્યો, જેનો સારો પ્રતિસાદ મળ્યો. આ ઉજવણીમાં ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા કચ્છમાં તેમજ સમગ્ર ગુજરાતમાં મેન્ગ્રૂવનાં જંગલોનો વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે મેન્ગ્રૂવ વિસ્તારમાં સારો વધારો થયેલો છે, તે બાબતની સમજ લોકો તથા બાળકોને આપવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024