• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

બદ્રીનાથમાં રૂા. 1.25 કરોડના ખર્ચે નિર્માણ પામતા રવિભાણ આશ્રમની પ્રતિષ્ઠા વૈશાખમાં

મોટી વિરાણી (તા. નખત્રાણા) તા. 26 : અહીંના રવિભાણ આશ્રમ રામ મંદિર સંસ્થાનમાં બંસી પથ્થરમાં નકશીકામથી નિર્માણ પામતાં રામ મંદિરનું નિર્માણકાર્ય ગતિમાં છે, ત્યારે ઉત્તરાખંડના ચારધામ પૈકી બદ્રીનાથધામમાં રામ મંદિરના મહંત શાંતિદાસજી મહારાજ ગુરુ લક્ષ્મીદાસજી મહારાજ પ્રેરિત લઘુ મહંત સુરેશદાસજી બાપુના પ્રયાસથી આશ્રમ નિર્માણકાર્ય આગામી દીપોત્સવી સુધી પૂર્ણ?થશે. તે દરમ્યાન બરફવર્ષાનો સમય - પ્રતિકુળ હવામાન હોવાથી અને તે પછી બદ્રીનાથના કપાટ છ મહિના સુધી બંધ થઈ જવાના કારણે ફરી અક્ષયતૃતિયાના વૈશાખ માસમાં ખુલે છે. તે દરમ્યાન નૂતન આશ્રમનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.  મહંત શાંતિદાસજી મહારાજે ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે યોજાયેલી ધર્મસભામાં જણાવ્યું કે, આશ્રમ નિર્માણ કાર્યના રૂા. 1.25 કરોડના દાતા મુળ બિદડાના હાલે મુંબઈના જેન્તીલાલ કાનજી શીરવી તથા માનકુવાના હાલે મુંબઈના મગનભાઈ માવજી વેલાણીનું વિશિષ્ઠ સન્માન કરાયું હતું. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં તીર્થરાજ પ્રયાગરાજમાં જ્યાં આગામી વર્ષે પૂર્ણ કુંભ મેળો યોજાશે. તે તીર્થમાં પણ રવિભાણ આશ્રમ સ્થાપવાના નિર્ણયની મહંત શાંતિદાસજી મહારાજે જાહેરાત કરી હતી.  વિશેષમાં ખાસ કરી કચ્છના યાત્રિઓ માટે ઓટલો અને રોટલો આશ્રમોમાં આશ્રયસ્થાન આર્શીવાદરૂપ બની રહેશે. બદ્રીનાથ આશ્રમ નિર્માણના આર્થિક દાતાઓ પૈકી જેન્તીલાલ કાનજી શીરવીએ જણાવ્યું હતું કે, બદ્રીધામ આશ્રમમાં ફ્લોર તથા ઉપર સહીત બે માળનું નિર્માણકાર્ય ઓક્ટોબર માસમાં પૂર્ણ થશે. ઉપરાંત યાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે આવશ્યક આર્થિક ફંડ માટે દાતાઓનો સહયોગ આવકાર્ય રહેશે. સંસાર સાગરના ત્રણ આરા બતાવ્યા છે, જેમાં પ્રથમ જન્મદાતા મા-બાપની સેવા, સતગુરુ તત્વનું સાનિધ્ય અને પ્રસન્ન દામ્પત્યજીવન આ ત્રણ સોપાન પૈકી સતગુરુ તત્વનું સાનિધ્ય મળવા પરમાત્માની કૃપા હોય તો ગુરુની પ્રાપ્તિથી સામે ચાલી આવીને થાય છે. ગુરુપૂર્ણિમા અવસરે ધર્મસભામાં ઉપસ્થિત સેવક-ભાવિકોને આશીર્વચન આપતા મહંતે સુખી અને સફળ જીવનની પ્રાપ્તિ માટે સત્યના પંથે ચાલવાથી ગુરુ સામેથી પ્રાપ્ત થશે. વિપરીત પંથે ભટકવાથી જીવન નિષ્ફળ બને છે.  લઘુમહંત સુરેશદાસબાપુએ ગુરુ શિષ્યના ઋણ ચુકવવાનો ઉત્સવ ગુરુપૂર્ણિમાનો સાર સમજાવ્યો હતો. મહાપ્રસાદના દાતા ધનસુખભાઈ પટેલ રહ્યા હતા.  સવારે ગુરુપાદુકા પૂજન, આરતી, હોમહવન વિધિ આચાર્ય વાલજી મહારાજએ સંપન્ન કરાવ્યા હતા. વિનેશ સાધુ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ગ્રા. વિ. મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, અ. ક. ર. સોશ્યલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે, ભાવેશ આઈયા, લો. મ. ના પ્રમુખ છગનલાલ ઠક્કર, રતીલાલ સેંઘાણી, ગોવિંદભાઈ બળિયા સહિત દેશ-પરદેશ સ્થાનિક મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. રામભન ગોસ્વામી, નંદલાલ લુહાર, શંકરભાઈ વાડિયાએ ભજન-સતસંગ રજૂ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024