• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

રોટરી ક્લબ દ્વારા શાળા-કોલેજમાં થેલેસેમિયા જાગૃતિ કાર્યક્રમો યોજાયા

ભુજ, તા. 26 : થેલેસેમિયા મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી દ્વારા આવાઝ એક પ્રકલ્પના ભાગરૂપે બાળકોને જાગૃત કરવા બે થેલેસેમિયા જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. નારાણપરની સ્વામિનારાયણ કન્યા શાળાના 340 બાળક તથા ભુજની આર.ડી. વરસાણી શાળાના હોસ્ટેલના 687 જેટલા બાળકને થેલેસેમિયાની સમજ અપાઇ હતી. નારણપર ખાતે ધવલ રાવલ તથા પ્રીતેશ ઠક્કર દ્વારા માહિતી અપાઇ હતી. આર.ડી. વરસાણી ખાતે ડો. અભિનવ કોટક તથા ડો. પ્રફુલ્લા ભિંડેએ માહિતી આપી હતી. ક્લબના પ્રમુખ દ્વિજેશ આચાર્ય તથા મંત્રી અમર મહેતા દ્વારા વધુ ને વધુ બાળકોને જાગૃતિ મળે તે અંગે પ્રયત્નો કરાયા હતા. આ કાર્યક્રમમાં નારાણપર શાળાના આચાર્યા વર્ષાબેન જોશી, જિજ્ઞાબેન જોશી તથા આર.ડી. વરસાણીના કેશરાભાઇ પિંડોરિયા, વસંત પટેલ, હિતેન્દ્ર મકવાણા, હિમાંશુ ઠક્કર, દર્શન ઠક્કર, ચિરાગ ઠક્કર, યામિની ઠક્કર, રોશની ઠક્કર, રીટા અધ્યારુ, નીતા હાલાણી, કલ્પના લોહાર, કિરણ ઠક્કર, ઉત્સવી ઝવેરી, મિતાલી મહેતા વિ. ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ચાલતા થેલેસેમિયા સેન્ટરને યશોમતીબેન વિનોદચંદ્ર શાહ દ્વારા 21000 રૂા.નું દાન અપાયું હતું. સંચાલન અમર મહેતાએ કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024