• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

`છોટે કદમ બડી સોચ' શોર્ટ મૂવિ દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાયો

ભુજ, તા. 26 : અહીંની રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળામાં ધો. છમાં અભ્યાસ કરતી જિયા એસ. ત્રિપાઠીએ `છોટે કદમ બડી સોચ - પહલ' નામની શોર્ટ મૂવીમાં મુખ્ય પાત્ર ભજવીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ મૂવીનાં લોન્ચિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનું કચ્છ યુનિ.ના વી. સી. ડો. મોહન પટેલે સન્માન કર્યું હતું. કચ્છ યુનિ.ના અંગ્રેજી વિભાગના એચ.ઓ. કાશ્મીરાબેન ઠક્કર, રજિસ્ટ્રાર અનિલભાઇ ગોર, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી નીલેશભાઇ ગોર, નયનસિંહ જાડેજા - પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષણ સમાજ ઘનશ્યામસિંહ જાડેજા, જય પ્રકાશભાઇ ગોર, રાજેશભાઇ ગોર, છત્રસિંહ જાડેજા, મોહિતભાઇ જોશી, ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, રીતેનભાઈ ગોર, પરાગભાઇ પોમલ, ધવલભાઇ સોલંકી, પ્રફુલ્લભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અરવિંદભાઇ અને કમલેશભાઈ તથા આભારવિધિ ભક્તિબેન અમનારીએ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024