• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ફ્લેગ ડેના શ્રેષ્ઠ ફાળો આપનારી સંસ્થાઓને નેશનલ એસોસીએશન ફોર બ્લાઈન્ડે સન્માની

ભુજ તા. 26  : તાજેતરમાં નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઇન્ડ કચ્છ દ્વારા શહેરની શાળાઓમાં પ્રવેશ મેળવતા દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ તેમજ વર્ષ 2023/24ના `ફ્લેગ ડે' નિમિત્તે સર્વશ્રેષ્ઠ ફાળો આપનારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજોનું સન્માન તથા 2023/24માં નેત્રહીન સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ક્રિકેટ, એથ્લેટીક્સ, ચેસ જેવી રમતોમાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવેલા ખેલાડીઓ તથા રેફરીની સેવા આપનારી વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટયમાં જયેશ વાલજીભાઇ સોની (સામાજિક અગ્રણી), સમાજ સુરક્ષા અધિકારી એન.એસ. ચૌહાણ, રમતગમત વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકોર, ભુજ તાલુકા બી.આર.સી. કો-ઓર્ડિનેટર ભરતભાઈ પાટોડિયા, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ અજિતાસિંહ રાઠોડ, કિરીટાસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.  સંસ્થાના પ્રેસિડેન્ટ અભય શાહે આવકાર, જ્યારે સંસ્થા પરિચય ટ્રેઝરર પ્રકાશ ગાંધી, પ્રાસંગિક ઉદ્બોધન સેક્રેટરી મનોજ જોશી દ્વારા અપાયા હતા.  કાર્યક્રમના મુખ્ય દાતા જયેશ વાલજીભાઈ સોની રહ્યા હતા, દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કિટ આપી શિક્ષણ માટે પ્રેરિત કરાયા હતા. આ તકે `ફ્લેગ ડે' નિમિત્તે સર્વશ્રેષ્ઠ ફાળો આપનારી નલિયા, ભુજ, વિરાણી મોટી, મિરજાપર, આદિપુર સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ, કોલેજોના ઉપસ્થિત પ્રતિનિધિઓને સન્માનિત કરાયા હતા. ઉપરાંત વર્ષ 2023/24માં યોજાયેલા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર મેળવેલા નેત્રહીન ખેલાડીઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને તથા આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં રેફરીની ફરજ બજાવનારી વ્યક્તિઓને સન્માનિત કરાઈ હતી. ગ્રાઉન્ડની વ્યવસ્થા આપવા બદલ કચ્છી લેવા પટેલ સમાજ ભુજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.  રમતગમત વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકોર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એસ. ચૌહાણ, ભુજ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર ભરત પાટોડિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે દીપક શાહ, દિલીપ દેવલિયા, દેવાંગ એ. ગઢવી, વિશિષ્ટ શિક્ષક હેતલબેન આર. ભટ્ટ, સભ્ય દિલીપભાઈ ઠક્કર, કપિલભાઈ વોરા, માસુમભાઈ ખોજા, જાગૃતિબેન વેદાંત તેમજ નારણભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ક્લાર્ક ધ્રુવ આહીર, માલશ્રીબેન ગઢવી, સુરેશ પરમાર, સુખદેવાસિંહ જાડેજા, આમદભાઈ સમા, ઈકબાલ મિયાજીએ જહેમત ઊઠાવી હતી. સંચાલન શ્રુતિબેન રૂપારેલ અને અનિલ રૂપારેલે કર્યું  હતું. આભારવિધિ સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી શંકરભાઈ દામાએ કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024