• મંગળવાર, 23 જુલાઈ, 2024

અંજારનાં ધમડકા ગામે પંચાયતે દબાણ દૂર કર્યાં

ગાંધીધામ, તા. 10 : અંજાર તાલુકાનાં ધમડકા ગામમાં પંચાયતના પૂર્વ હોદ્દેદારે કરેલાં દબાણ તંત્રએ આજે તોડી પાડયાં હતાં. ધમડકા ગામમાં અજીતસિંહ રેવુભા જાડેજાએ હનુમાન મંદિર પાછળ પાણીના ટાંકા પાસે દબાણો ખડકી દીધાં હતાં. ધમડકા જૂથ ગ્રામ પંચાયતે દબાણો દૂર કરવા અંજારની કોર્ટમાં દાવો કર્યો હતો, જેમાં પંચાયત તરફી હુકમ આવ્યો હતો. બાદમાં દબાણકર્તાએ ઉપલી કોર્ટમાં અરજી કરી હતી, જે અરજ ન્યાયાલયે નામંજૂર કરી અગાઉનો ચુકાદો કાયમ રાખ્યો હતો. દરમ્યાન ગ્રામ પંચાયતે દબાણો દૂર કરવા તા. 3/7ના સાત દિવસની નોટિસ દબાણકર્તાને આપી હતી. ગઈકાલે નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી બુલ્ડોઝર દબાણવાળી જગ્યાએ પહોંચ્યું હતું અને મકાન, દુકાન વગેરે કરવામાં આવેલાં દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang