• મંગળવાર, 23 જુલાઈ, 2024

વરસાદી પાણી નિકાલના અભાવે આરોગ્યલક્ષી સમસ્યાની ભીતિ

ભુજ, તા. 10 : વર્ષા ઋતુનાં આગમનની ખુશી સાથે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા અને યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને ગંદકી, માખી-મચ્છરના ત્રાસનો સામનો કરવો પડે છે. ભુજના પ્રમુખસ્વામી નગરની શેરી નં.-11 વિસ્તારમાં ઘણા વર્ષોથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જાય છે. આ અંગે વારંવાર નગરપાલિકાને ફરિયાદ કર્યા બાદ પણ કોઇ પગલાં લેવાયાં નથી. જો આ અંગે હજુ કોઇ ઉકેલ નહીં આવે તો આરોગ્યને લગતી સમસ્યાઓ થવાની ભીતિ રહેવાસીઓએ વ્યક્ત કરી પાણી નિકાલ માટે જેમ બને તેમ ઝડપથી વ્યવસ્થા કરવા માંગ કરાઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang