• ગુરુવાર, 24 ઑક્ટોબર, 2024

એક વર્ષ પહેલાં બનેલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાવડા પાસે ખખડયો

સુમરાપોર (પચ્છમ), તા. 10 : તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના ગામડાંઓ તેમજ સરહદને જોડતા મહત્ત્વાકાંક્ષી માર્ગને રાષ્ટ્રીય માર્ગ બનાવી વરસાણા વાયા ભુજ-ખાવડા ધરમશાલા માર્ગ વર્ષ પૂર્વે બનતા ફરી ખાવડા ત્રણ રસ્તા સુમરાવાસની બાજુમાં રોડની વચ્ચે ખાડારૂપી  માર્ગ બેસી ગયો છે. વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થવાની ફરિયાદ ઊઠી હતી. આ માર્ગ-પચ્છમ અને સરહદને જોડતો મુખ્ય માર્ગ છે. ઉપરાંત સોલારીસ કેમટેક લિ. કંપનીને પણ જોડે છે. સતત વાહનોની અવર-જવરથી ધમધમતા રસ્તામાં ખાવડાની વચ્ચે ગાબડાં પડતાં હાલાકી સર્જાઇ છે. ખાવડા ત્રણ રસ્તા પોલીસ ચોકી અને આજુબાજુ રહેઠાણ વિસ્તાર હોવાથી આ માર્ગ પર સોલારીસ કંપનીમાં જતા તોતીંગ વાહનો માટે ખાવડાથી બાયપાસ રસ્તો બનાવવા માટે ખાવડાના રહેવાસીઓનું પ્રતિનિધિ મંડળ સોલારીસ કંપનીના જવાબદાર સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી કંપનીના સત્તાવાળાઓ દ્વારા ત્રણ મહિનામાં લુડિયા ગામથી નવો રસ્તો કંપની માટે બનાવવામાં આવશે એવા આશ્વાસન રહેવાસીઓને અપાયા હતા. પરંતુ હવે એકાદ વર્ષ થવા આવ્યું, હજી સુધી બાયપાસ માર્ગ નહીં બનાવાતા લોકોમાં નારાજગી ફેલાઇ છે. પહેલાં તો ખાલી કંપની માટે મોટા વાહનોની અવર-જવર હતી, પરંતુ હવે સરહદે સોલાર પાવર માટે મોટા તોતિંગ વાહનોની અવર-જવરથી મોટા રહેઠાણ વિસ્તારમાં ટ્રાફિક સર્જાય?છે. માનવવસ્તી તેમજ પશુપાલનની સતત અવર-જવરથી ક્યારેક મોટા અકસ્માત સર્જાઇ શકે એવી રહેવાસીઓએ ભીતિ વ્યકત કરી હતી. મોટા વાહનો અને ઓવરલોડ વાહનોના કારણે થોડાક છાંટારૂપી વરસાદમાં એક માર્ગ પિચકી જતાં વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે.?ખાસ કરીને સોલારીસ કંપનીથી મીઠું ભરીને જતા મોટા ટ્રોલરોએ આ દશા બગાડી હોવાનો લોકોએ આક્ષેપ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang