• મંગળવાર, 23 જુલાઈ, 2024

વીર શહીદોની માતાઓનાં નામે વૃક્ષારોપણ કરી વીરાંજલિ અર્પણ

ભુજ, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત `એક પેડ મા કે નામ' અભિયાનથી પ્રેરણા લઇને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદના નેતૃત્વ હેઠળ જિલ્લા અધ્યક્ષ તાપસભાઇ શાહ અને પ્રમુખ દિવ્યરાજસિંહ ઝાલાની રાહબરીમાં  ભુજ નજીક સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કરુણાધામ  પશુ હોસ્પિટલ ખાતે દેશના વીર શહીદોની માતાના નામે વૃક્ષોનું વાવેતર કરીને તેમના અપ્રતિમ શૌર્ય અને ત્યાગ બદલ વિરાંજલિ અર્પણ કરાઇ હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શીતલભાઇ શાહ, પ્રમુખ બાલકૃષ્ણ મોતા,  મહામંત્રી હિતેષ પટેલ, કિરણ ભાનુશાલી, ભાર્ગવ શાહ, સંસ્થા પ્રમુખ કૌશલ મહેતા, નિખિલ ગોર, મિત ગોસ્વામી, મનન મકવાણા, અંશ પીઠડીયા, ભવ્ય મહેતા, કિશન ગોસ્વામી સહિત સમગ્ર ટીમે વૃક્ષારોપણ કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang