• મંગળવાર, 23 જુલાઈ, 2024

ભુજની આર.ટી.ઓ. રિલો. સાઈટમાં રખડતા ઢોરોનો ત્રાસ

ભુજ, તા. 24 : અહીંની આરટીઓ રિલોકેશન સાઈટ પાસે ખુલ્લેઆમ રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. છેલ્લા ત્રણ મહિનામાં અનેકવાર વાહનોને નુકસાન પહોંચાડવાના બનાવ નોંધાયા છે. ઢોરોના માલિક દ્વારા છૂટા મૂકી દેવાતા પશુઓ અંગે કોઈ તકેદારી લેવાતી નથી, ત્યારે ભુજ સુધરાઈ જેમ બને તેમ જલદી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી રહેવાસીઓ દ્વારા માંગ કરાઈ હતી. આજે પણ રખડતા ઢોરના પગલે વાહનને નુકસાન પહોંચ્યું હતું. ઢોરોના ત્રાસને કારણે બાળકો તેમજ સિનિયર સિટીઝનો માટે સતત જોખમ રહેતું હોતાં ઘરની બહાર નીકળવું અસલામતીભર્યું બની ગયું છે, જેથી તાત્કાલિક આ બાબતે પગલાં લેવામાં આવે તેવું રહેવાસીઓએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang