• ગુરુવાર, 24 ઑક્ટોબર, 2024

પારકાંની પીડા જાણી શકે તે સાચો વૈષ્ણવ

નખત્રાણા, તા. 24 : મૂળ મોટી વિરાણીના શ્રેષ્ઠી ઠક્કર મૈયાબેન મનજી રણછોડદાસ આઈયાના પુત્ર વિનોદકુમાર (ઉર્ફે સુભાષભાઈ આઈયા)નું  મુંબઈ ખાતે નિધન થતાં પરિવાર દ્વારા ભુજમાં શ્રદ્ધાસુમન સત્સંગ સભા યોજાઈ હતી. મોરજર પુંજલદાદા અખાડાના મહંત દિલીપરાજા કાપડીએ આશિર્વચનમાં કહ્યું હતું કે  આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. સદગત સુભાષભાઈ આઈયાએ જીવનમાં કરેલા સત્કાર્યોની સુવાસમાંથી પ્રેરણા લેવી જોઈએ. રવિભાણ આશ્રમ - રામમંદિર મોટી વિરાણીના મહંત શાંતિદાસજી મહારાજે આશિર્વચનમાં શીખ આપતાં જણાવ્યું હતું કે પારકાની પીડા, વેદનાને જાણી તેને મદદરૂપ થાય તે સાચો વૈશ્નવ છે. એ મુલ્યોનું સદગત સુભાષભાઈએ અનુસરણ કરી અન્યોને પ્રેરણારૂપ બન્યા છે. માધાપર (ભુજ)ના આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ પ્રદિપ્તાનંજી સરસ્વતી મહારાજે ભગવાને મનુષ્યજીવન કયા કારણ માટે આપ્યું છે તેનો સમગ્ર નિચોડની વિસ્તૃત સમજ આપી હતી.  આરંભમાં વસુમતી માતાજી (હરીઓમ મઢી અંજાર) અને શિષ્યાઓએ રામધુન બોલાવી હતી.  અમરકંટકના સ્વામી સુબોધમુનીજીએ ભજન સત્સંગની અમૃતવાણી પીરસી જ્યારે સ્વામી પ્રદિપ્તાનંદજીએ ગીતાજીનો 15મો અધ્યાયનું પઠન કર્યું હતું. રતાડિયા ગણેશ સંત કુટીરના સાધ્વી મૃદુલાબા ગુરૂ વાલરામજી મહારાજે સદગત સુભાષભાઈના સત્વગુણોને યાદ કર્યા હતા. સ્વામી રામપ્રસાદજી (રાધાકૃષ્ણ આશ્રમ ગણેશનગર, ભુજ) ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ સદગત મનજીભાઈ આઈયાના કરેલા કાર્યોને યાદ કરાવતાં તેમના પરિવારજનો મોતીલાલ મનજી (દરિયાશેઠ) સદગત સુભાષભાઈ તથા નવીનભાઈ આઈયાએ વિરાણી ગામની સમાજવાડી, મંદિરોના વિકાસકામો, અન્નદાન, ગૌસેવા વિવિધ સેવાકિય કાર્યોમાં મહત્વના યોગદાનને પુર્વ ધારાસભ્ય બાબુભાઈ મેઘજી શાહએ સેવાભાવી પરીવારના કાર્યોની સુવાસ પ્રસરતી રહી છે તેવું કહી સદગતના સેવાકાર્યોને યાદ કર્યા હતા. શ્રદ્ધાસુમન સત્સંગ પ્રાર્થના સભામાં મુંબઈ - કચ્છ વિસ્તારમાંથી સબંધિતો સંસ્થાકિય સામાજીક, રાજકિય, ધાર્મિક, સ્થાનકો, ગૌસેવા કેન્દ્ર સહિત વિવિધક્ષેત્રના પ્રમુખ અગ્રણીઓએ સુભાષભાઈનાં કાર્યોને યાદ કરતા શ્રદ્ધાંજલી પત્રો પાઠવ્યા હતા. જયશ્રીબેન સુભાષભાઈ આઈયા, નવીનભાઈ આઈયા, વીણાબેન આઈયા, હેમલભાઈ આઈયા, રાજેશભાઈ આઈયા, ગીતાબેન આઈયા તથા પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang