મુંદરા, તા. 18 : તાજેતરમાં મુંદરાની આર.ડી.
એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર. ડી. પ્રાથમિક શાળાનો 14મો વાર્ષિકોત્સવ યોગ ધ્યાન અને સાધના દ્વારા મનની શાંતિ થકી
તંદુરસ્તી પ્રેરક વિષય સાથે ઉજવાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ બ્રહ્માકુમારી સંસ્થાના
સંચાલિકા સુશીલાદીદી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરાયો હતો. આ તકે શાળાના વિદ્યાર્થીઓના
મૌલિક વિચારો અને શાળાની પ્રવૃત્તિઓના સંગ્રહ જયોતિ અંકનું વિમોચન કરાયું હતું. શાળાના
આચાર્ય વાલજી મહેશ્વરીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ અવસરે સમાજમાં શાંતિનો પ્રકાશ
ફેલાવનાર પાંચ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીઝના સુશીલા
દીદી, સમર્પણ ધ્યાન યોગ કેન્દ્ર (પુનડી)ના બિનલબેન
કિશનભાઇ રાયચુરા, જય ગુરૂદેવ દાદા-દાદી પાર્ક (વાંઢાય)ના પ્રેમીલાબેન
પટેલ, હેપ્પીનેસ જીવનના નીલમબેન હેમાંગ છોટાલાલ શાહ અને 3000 કિમી પદયાત્રા કરનાર તીર્થ
વંદન મહારાજ સ્વામીનું અભિવાદન કરાયું હતું. શાળાના તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જયોતિર્મય
સુમિત્ર મ્યાત્રા અને ડો. નેહા હરેશ મોથારીયાનું સન્માન કરાયું હતું. ધો. 1 થી 8ના તેજસ્વી તારલાઓ અને રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભમાં 117 વર્ષ બાદ રાજ્ય કક્ષાએ મેડલ
અપાવનાર શ્રેષ્ઠ શિક્ષક આનંદ દાનાભાઇ ડાભી તેમજ શિક્ષિકા જીજ્ઞા સથવારા અને શ્રુતિ
સોલંકીને સન્માનાયા હતા. એસ.પી.સી. કેડરના દ્રષ્ટિબા ઝાલા અને નીર પરમાર તથા ભારતીય
તટ રક્ષક દળના પ્રશાંત બસેરીયાનું સન્માન કરાયું હતું. વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાહયાભાઈ
આહીરએ શાળાના વિકાસ માટે રૂ. 10 લાખના ખર્ચે
બગીચો બનાવવાની જાહેરાત કરી હતી. માનદમંત્રી કિશોરાસિંહ પરમારે સિધ્ધિ પ્રાપ્ત બાળકોને
પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કેકીન કેનિયા, ભરત જોશી, પ્રકાશ પાટીદાર,
ભુપેન્દ્ર મહેતા, પ્રકાશ ઠક્કર, જીગ્નેશ ભટ્ટ, ગૌરાંગ ત્રિવેદી, મહેશ દેસાઈ, હેત આહીર, સચિન ગણાત્રા,
ભાવિન ઠક્કર, કિશોર ચુડાસમા, રવિ સોલંકી, સમીર ચંદારાણા, કાનાભાઈ
રબારી તથા સંસ્થાના આચાર્ય ડો. એલ. વી. ફફલ, ડો. કૈલાશ નાંઢા
અને ડો. દિપક ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ભાવનાબેન, શ્રુતિબેન,
ઋત્વી ઝાલા, દ્રષ્ટિબા ઝાલા, વંશીકા અધિકારી અને અક્ષા મોયડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ આનંદ
ડાભીએ કરી હતી.