નખત્રાણા, તા. 18 : અહીંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ
સત્સંગ મંડળ દ્વારા શ્રીરંગદાસ સ્વામી અને સાધુ સ્નેહજીવનદાસની ઉપસ્થિતિમાં યોજાયેલી
સત્સંગ સભામાં કોઇ પણ સાથે રાગ-દ્વેષ ન રાખી, સંતના સંગથી જીવન સાર્થક કરવા શીખ અપાઇ હતી. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે,
ભગવાન છે ત્યાં સુખ-શાંતિ છે. ધર્મના આચરણ માટે સત્સંગ જરૂરી છે. સંતના
સંગથી જીવનમાં આઠેય પહોર આનંદ વર્તાય છે, તેવી શીખ વક્તા સ્વામી
શ્રીરંગદાસજીએ આપી હતી. જીવનમાં સત્સંગનો સહારો ઉત્તમ ઔષધ છે. સંસારમાં સૌનું ભલું
કરવામાં પોતાનું ભલું થાય છે. તેવા વર્તનથી જીવનમાં ક્યારે પણ દુ:ખ આવતું નથી. ભગવાન શ્રીકૃષ્ણ ધર્મનીતિજ્ઞ
અર્જુનના પક્ષમાં રહ્યા હતા. ધર્મવિમુખ રાવણનું ભગવાન શ્રીરામે પતન કર્યું હતું. કથાકારે
મહાભારત, રામાયણના પ્રસંગોનું વર્ણન કર્યું હતું. સંસ્કારધામ
બેરૂ રોડ સંસ્થાન ખાતે આયોજિત આ સત્સંગ સભામાં મંડળના ભાવેશભાઇ સોનીએ સંતોનો પરિચય
કરાવ્યો હતો. સહયોગીઓનો આભાર માન્યો હતો. વસંતભાઇ ચોપડા, શૈલેષભાઇ
રામાણી, મેહુલભાઇ દાવડા, જયેશભાઇ સોની,
રાજેશ આઇયા, ધર્મેશ કતીરા, કિશનભાઇએ સહયોગ આપ્યો હતો.