• રવિવાર, 28 એપ્રિલ, 2024

ચૂંટણી માટે કર્મચારીઓને સજ્જ કરવા જિલ્લા તંત્રની કવાયત

ભુજ, તા. 28 : વિશ્વની સૌથી મોટી `ઇવેન્ટ' તરીકે લોકસભા ચૂંટણી ઊજવવા કર્મીઓને સજ્જ કરવા જિલ્લા તંત્રએ કવાયત શરૂ કરી છે. દરેક તાલુકા મથકે મહિલા પાલિંગ અને પ્રિસાઇડિંગ સહિતના અધિકારીઓને પ્રથમ તાલીમ અપાઈ હતી.ભુજ મહિલા કોલેજ ખાતે, જ્યારે અંજાર ટાઉનહોલમાં ત્રણ હજારથી વધુ શિક્ષકોને તાલીમ અપાઈ હતી. વખતે મોક મતદાન પહેલાં ઇવીએમને જોડી  શકાશે નહીં અને ચાલુ કરી તપાસી શકાશે નહીં એવો નવો નિયમ ઉમેરાયો છે. વીવીપેટમાં કાપલી થોડી પણ ટીંગાયેલી રહે તો આખું વીવીપેટ બદલવા શીખવાડયું હતું. ક્યાંય કોઈ કચાશ રહે તે જોવાશે. તો નવા નિયમમાં ત્રી-પુરુષ ઉપરાંત દિવ્યાંગ અને 85 વર્ષ કે તેથી વધુ વયના મતદારો માટે ત્રીજી હરોળ કરવાની છે. ત્રી-પુરુષોની લાઈનમાંથી બે ત્રીને લેવાની છે અને એક પુરુષ એમ મતદાન કરાવવાનું છે. દરેક તાલુકા મથકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કર્મીઓએ વ્યવસ્થાઓ કરી હતી. વખતે મતદાન પૂર્ણ થયા બાદ સ્વીકાર કેન્દ્રમાં વધુ ટેબલ રાખવા કર્મચારીઓએ રજૂઆત કરી હતી તો ગત ચૂંટણીમાં અમુક તાલુકા મથકોએ ભોજનની  વ્યવસ્થાઓ સુધારવા મહિલા અધિકારીઓએ લાગણી વ્યક્ત કરી હતી. હજી આવી બીજી બે તાલીમ યોજાશે જેમાં તાલીમી માનવધન સજ્જ કરવા તંત્રે કમર કસી લીધી છે. વખતે તાલીમ પણ શત્રધારી પોલીસકર્મીઓની તૈનાતી સાથે યોજાઈ રહી છે. લોકશાહીનું મહાપર્વ શાનથી ઊજવવા કર્મીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. - હુકમ રદ કરાવવા અરજીઓ : એકબાજુ સામે ચાલી ફરજ નિભાવવા સરકારી કર્મીઓ, શિક્ષકો ઉત્સાહ બતાવી રહ્યા છે ત્યાં અમુક જફામાંથી નીકળી જવા પ્રયાસ પણ કરાવી રહ્યા છે.  ભલામણો સાથે સેંકડો અરજીઓ રજૂ થતાં અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા છે, તો જેને માત્ર માસ નોકરીને થયા છે એવાને પ્રિસાઈડિંગ કે પ્રથમ પાલિંગ અધિકારીના હુકમ થવા સામે નારાજીનો સૂર ઊઠ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang