• રવિવાર, 28 એપ્રિલ, 2024

કેનેડાનાં વેપાર નેટવર્કને કચ્છ સાથે જોડવા કરાયું મંથન

ગાંધીધામ, તા. 28 : કેનેડા સરકાર દ્વારા કેનેડાના વ્યાપાર ઉદ્યોગના નેટવર્કને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાના હેતુથી વિશ્વભરના  વિવિધ બજાર અને ઉત્પાદન ક્ષેત્રને સાંકળવાના હેતુથી ટ્રેડ કમિશનરે વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગ માટે ગાંધીધામની મુલાકાત લીધી હતી. ચેમ્બરના માનદમંત્રી મહેશ તિર્થાણી અને કેનેડિયન ટ્રેડ કમિશનર  જોકોબ રોચા સાથે બેઠક યોજાઈ હતી. ટ્રેડ કમિશનરે કચ્છના વ્યાપાર ઉદ્યોગને કેનેડાના વ્યાપાર ઉદ્યોગ સાથે જોડવા માટે કેનેડા સરકારના વિશેષ અભિગમ વિશે જાણકારી આપી હતી. માનદમંત્રી શ્રી તિર્થાણીએ કચ્છના ભૂકંપ બાદ થયેલા ઝડપી વિકાસ અને પ્રગતિની વિગતો આપી હતી. કચ્છની ઓઈલ ટિમ્બર, નમક, હેન્ડલૂમ, હેન્ડિક્રાફટ, સ્ટીલ, મિનરલ, પ્લાયવૂડ, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો અને વિવિધ ઉદ્યોગોમાં રહેલી આંતરરાષ્ટ્રીય વેપાર નેટવર્ક વધારવાની વિપુલ સંભાવનાઓ અંગે વિસ્તૃતમાં છણાવટ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કચ્છમાં કંડલા અને મુંદરા બે બંદરના કારણે દેશની કુલ આયાત નિકાસના અંદાજે 45 ટકા આયાત નિકાસ બન્ને બંદરથી થઈ રહી છે. જેથી શિપિંગ અને લોજીસ્ટીક ક્ષેત્રે કચ્છ રાષ્ટ્રનું કેન્દ્ર ગણાય છે. તુણા ટેકરા મેગા કન્ટેનર પ્રોજેકટથી  તેમાં બમણો વધારો થશે. જે  સમગ્ર દેશના અને ખાસ કરીને કચ્છના અર્થતંત્રમાં  પ્રકલ્પ મહત્વપૂર્ણ પ્રદાન કરશે. કચ્છની વેપાર ઉદ્યોગક્ષેત્રે  થઈ રહેલી અભૂતપૂર્વ પ્રગતિની વિસ્તૃત માહિતીથી ટ્રેડ કમિશનર પ્રભાવિત થયા હતા અને  કેનેડાના વેપાર નેટવર્કને કચ્છ સાથે જોડવા માટે વિવિધ ક્ષેત્રના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના લોકો, ચેમ્બર, યુથ વિંગના સભ્યો અને ઉદ્યોગ સાહસિકો સાથે બેઠક  યોજવા પ્રસ્તાવ મુકયો હતો.  તેના પ્રત્યુતરમાં ચેમ્બરના માનદમંત્રીએ પ્રકારની ખાસ બેઠક યોજી દેશોના વેપાર નેટવર્કને પ્રોત્સાહન આપવા  ચેમ્બર સેતુરૂપ ભુમિકા નિભાવશે તેવી ખાત્રી આપી હતી. કેનેડિયન ટ્રેડ કમિશનરે અંગે વિસ્તૃત અભ્યાસ કરીને ટુંક સમયમાં કેનેડા સરકાર સાથે સંકલન સાધીને બેઠક યોજવા જણાવ્યું હતું.  કચ્છના હાલના  વેપાર ઉદ્યોગની માહિતી સાથે અનેક સંભાવનાઓ દર્શાવતી ચેમ્બરની કોફી ટેબલ બૂક  અર્પણ કરી હતી. ટ્રેડ સાથે અંગે બેઠક  યોજી  અંગે વિસ્તૃત રોડમેપ તૈયાર કરી કચ્છના વેપારને આંતરરાષ્ટ્રીય સ્તર સાથે જોડવા અને દેશના અર્થતંત્રને નવી ઉંચાઈએ લઈ જવા ચેમ્બર સક્રિય રહેશે તેવી નેમ વ્યકત કરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang