• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભુજના રઘુનાથ જીનામ ટ્રસ્ટને સેવાકીય પ્રવૃત્તિઓ માટે 1.51 લાખનું દાન

ભુજ, તા. 28 : રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટ-ભુજને સેવાકીય પ્રવૃત્તિ માટે દાતા દ્વારા 1.51 લાખનું દાન અપાયું હતું.  ભુજ ખાતે આવેલ રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 10 વર્ષથી હાથ ધરવામાં આવે છે, જેમાં પુરાતન મંદિરના પુન:નિર્માણ, મેડિકલ સેવા, સામાજિક સેવા, સરકારી કામગીરી અંગે માર્ગદર્શન તથા ગરીબ વિદ્યાર્થી માટે અભ્યાસ અંગેની પ્રવૃત્તિઓ ચલાવે છે. પ્રવૃત્તિથી મેકરણ દાદા મંદિર નિર્માણ, રઘુનાથ મંદિર પુન: નિર્માણ, જલારામ મંદિર પુન: નિર્માણકાર્ય પૂર્ણ કરાયું છે. કોરોનાકાળમાં લોકોની સેવા સાથે લોકસેવકોનું સન્માન પણ કરાયું હતું.  સંસ્થા પોતાની પ્રવૃત્તિને વેગ આપી શકે તેવી અપીલનાં પ્રતિસાદ સ્વરૂપે રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિથી પ્રેરાઈને ભુજના .નિ. મોનજી નારાણજી મજેઠિયા, .નિ. સાકરબેન મોનજી મજેઠિયા, .નિ. જયદેવ મોનજી મજેઠિયા, .નિ. નવીન મોનજી મજેઠિયા, .નિ. સરલાબેન મોનજી મજેઠિયા . દિનેશકુમાર વિઠ્ઠલદાસ ઠક્કર અને દાન માટે પ્રેરિત કરનાર દીપકકુમાર દયારામ જોબનપુત્રા ભુજની પ્રેરણાથી 1,51,000નું દાન પ્રાપ્ત થયું હતું. દાન આપવા બદલ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ પૂજારા, મંત્રી મહેશભાઈ કંસારા, દિલીપભાઈ પૂજારા, હરેશભાઈ વ્યાસ, નીતિનભાઈ મકવાણા, રાજુભાઈ પુરોહિત, અનિલભાઈ છાયાણા, કિશોરભાઈ જોબનપુત્રા, મનોજ ઠક્કર (ફોટોમેજિક), ભાવેશ ભટ્ટ, બિપિન જોબનપુત્રા તથા ટ્રસ્ટનાં તમામ સભ્યોએ દાતા પરિવારનો આભાર માન્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang