• શનિવાર, 20 એપ્રિલ, 2024

ખેડોઇને ર્સ્પશતા પાયાના મુદ્દાઓનાં નિવારણ માટે ઉચ્ચ સ્તરે રજૂઆત

ખેડોઇ (તા. અંજાર), તા. 25 : આ ગામને છેલ્લા લાંબા સમયથી ર્સ્પશતી પાયાની બાબતો પરત્વે ધ્યાન આપીને તેનાં નિવારણ માટે કાર્યવાહી હાથ ધરાય તેવી રજૂઆત પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ કરાઇ છે. પાંચેક હજારની વસ્તી અને નોંધનીય સંખ્યામાં પશુધન ધરાવતા આ ગામ માટે પાયાની કહી શકાય તેવી અનેક સુવિધા હજુ ખૂટે છે. આ બાબતે ધ્યાન આપીને પગલાં લેવાય તો ગ્રામજનોની સુખાકારી અને સુવિધામાં વધારો થાય  તેમ હોવાની લાગણી વ્યક્ત કરાઇ છે. ખેડોઇ ગ્રામ પંચાયતના સરપંચ સંગિતાબેન જે. આહીર તથા ગ્રામ પંચાયતના સદસ્ય એવા માજી પોસ્ટ માસ્તર ભરતાસિંહ જાડેજાએ સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટર સમક્ષ ગામને લગતા આ વિવિધ મુદ્દા ઊઠાવી આ રજૂઆત કરી હતી. સ્ટેમ્પ ડયૂટી-જંત્રીની વિસંગતતા દૂર કરવા, ગામમાં બેન્કની સેવા શરૂ કરવા, ગામમાં બસ સ્ટેન્ડ સુધી એસ.ટી. બસ આવે તેવી કાર્યવાહી કરવા, ગામની નદી ઉપર ચેકડેમ બનાવવા અને ભીમનાથ મહાદેવ તરફના રસ્તાના સત્વરે સમારકામ સહિતની માગણીઓ તેમણે રજૂ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang