• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામ ખાતે આજે દેશના પ્રથમ ઈ-મિથેનોલ પ્લાન્ટનું શિપીંગમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ગાંધીધામ, તા. 25 : દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે દેશના પ્રથમ ઇ-મિથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત  કરવામાં આવશે. કેન્દ્રીય શિપીંગ મંત્રી સર્વાનંદ સોનોવાલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા શર્માની ઉપસ્થિતિમાં સવારે 10 વાગ્યે ખાતમુહુર્ત કરવામાં આવશે. આ વેળાએ શિપીંગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકોર, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શાપિંગ સચિવ વિજયકુમાર, ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘ, એપીએલ ચેરમેન બિકુલચંદ્ર ડેકા વિગેરે ઉપસ્થિત રહેશે.  2300 કરોડના ખર્ચે આકાર પામનારા દેશના પ્રથમ ઈ-મિથેનોલ પ્લાન્ટથી કંડલા સંકુલના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd