ભુજ, તા. 25 : હાજીપીર તરફનો માર્ગ અંદાજે
100 કરોડના ખર્ચે બનાવવામાં આવી
રહ્યો છે ત્યારે આ માર્ગે હાલે વાહન વ્યવહાર પર રોક લગાવવા માંગ ઊઠી છે. બન્ની અને
હાજીપીર વિસ્તાર માટે અત્યંત ઉપયોગી સીસીરોડનું કામ ચાલે છે. રોડનું સંપૂર્ણ કામ પૂર્ણ
થયું નથી અને કામ ચાલુ હોવા છતાં ભારે તથા અતિભારે વાહનો તેમાંય ખાસ કરીને નમક ભરેલા
ભારેખમ વાહનો દોડી રહ્યા છે, જેથી
રોડના અમુક ભાગમાં અત્યારથી તિરાડો પડી ગઈ હોઈ વાહન વ્યવહાર પર રોક લગાવવા હાજીપીર-બન્ની
કોર કમિટીએ માંગ કરી છે.