• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ભુજમાં અગમ્ય કારણે પરિણીતાએ જીવન ટુંકાવ્યું

ભુજ, તા. 25 : શહેરના સંજોગનરમાં રહેતા શીરીનબ અબ્દુલકાદર ખત્રી (ઉ.વ. 29) નામની પરિણીતાએ કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી શીરીનબેન પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર માટે તાત્કાલિક ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd