ન્યૂયોર્ક, તા. 26 : સંયુક્ત રાષ્ટ્ર મહસભામાં ભાગ
લેવા પહોંચેલા ભારતના વિદેશમંત્રીએ ઊલટા ચોરની
જેમ ભારત પર આળ મૂકતા પાકિસ્તાની પત્રકારને સજ્જડ જવાબ આપીને બોલતી બંધ કરી નાખી હતી.
ભારત સરકાર પાકિસ્તાનમાં ત્રાસવાદ ફેલાવે છે તેવા આક્ષેપ સાથેનો પ્રશ્ન પુછાતાં વિદેશમંત્રીએ
જવાબ આપ્યો હતો કે, `એક આતંકવાદી દેશ મને આ પ્રશ્ન પૂછી રહ્યો
છે ?' આમ પત્રકારના ઊંધા પ્રશ્નનો જડબાતોડ જવાબ
મળ્યો હતો. અગાઉ જયશંકરે યુનોમાં ભારતનાં જહાજો અને નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો
હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન એક બાજુ આતંકવાદને સમર્થન આપે
છે અને બીજી બાજુ દુનિયાને એ અહેસાસ કરાવવા પ્રયાસ કરે છે કે તે આતંકવાદથી પીડિત છે.
પાકિસ્તાને શરૂઆતથી જ આ નીતિ અપનાવી છે. આ ઘટના 81મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) સત્ર
દરમિયાન ન્યૂયોર્કમાં બની હતી. વિદેશમંત્રી જયશંકર પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા
ત્યારે પાકિસ્તાની પત્રકારે આતંકવાદ સંબંધિત નકામો સવાલ પૂછીને વચ્ચે ટોકવાની કોશિશ
કરી હતી. પાકિસ્તાની પત્રકાર અમર્યાદિત લહેજામાં પૂછવા લાગ્યો હતો કે, ક્યારે ભારત સરકાર પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનું બંધ કરશે ? વિદેશમંત્રીએ
પૂરો સવાલ ગંભીરતાથી પુછવા દીધો હતો અને પછી ટૂંકમાં જવાબ આપ્યો હતો કે, “એક આતંકવાદી
દેશ આ સવાલ પૂછી રહ્યો છે.” બાદમાં જયશંકર હસીને ચાલ્યા ગયા હતા. જયશંકરના જવાબનો આ
વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા લાગ્યો હતો અગાઉ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૧મા
સત્રમાં ભારતને વિદેશમંત્રી એસ. જયશંકરે વાણિજ્યિક જહાજો અને નાવિકોની સુરક્ષાનો મુદ્દો
ઊઠવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં હોમુંઝ, રિતા સમુદ્ર અને
કાળા સમુદ્રમાં માલવાહક જહાજો અને નાવિકો ઉપર કેટલાય હુમલા થયા છે. આવી હિંસા અને જાન-માલના
નુકસાનનો કોઈ અર્થ નથી. આવા હુમલાઓ બંધ થવા જોઈએ.