એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે ગ્રુપ સ્ટેજની ત્રીજા
મેચમાં સાઉથ કોરિયાને 8-2ના અંતરથી
ધૂળ ચટાવી દીધી છે. ચાર વખતની એશિયન ગેમ્સ ચેમ્પિયન રહેલી કોરિયાઈ ટીમ સામે એશિયાડના
ઇતિહાસમાં ભારતનો આ સૌથી મોટો વિજય છે. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં પોતાની સળંગ
ત્રીજી જીત નોંધાવી વિજયી હેટ્રિક પૂર્ણ કરી છે અને સેમિફાઇનલ તરફ આગળ વધ્યું છે.