• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

દેશના મેગા પોર્ટ યુગમાં કચ્છનાં બે બંદરનો સમાવેશ

ગાંધીધામ, તા. 25 : આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતમાં મેગા પોર્ટનો યુગ શરૂ થયો છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ચાર મેગા પોર્ટમાંથી સમગ્ર દેશના મહત્તમ આયાત નિકાસ જ્યાંથી થાય છે, તેવાં કચ્છનાં બે મહાબંદરનો સમાવેશ કરાયો છે, જેથી આગામી સમયમાં કચ્છનો ઔદ્યોગિક વિકાસ જેટ કરતા આગળ વધશે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. કેન્દ્ર સરકારના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી કચ્છનાં બંદરોની ક્ષમતા વૃદ્ધિ સાથે ઔદ્યોગિક વિકાસ પણ બમણો થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું શાપિંગ ક્ષેત્રે યોગદાન છે તેમાં કચ્છનું મુખ્ય છે, ત્યારે મેગા પોર્ટના પ્રોજેક્ટથી ભારતનાં શાપિંગ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવામાં કચ્છનો ફાળો ઓર વધશે.  દરમ્યાન, કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે મેગા પોર્ટની વિગતો શેર કરતાં એક્સ પર જણાવ્યું કે, ભારતીય દરિયાકાંઠો વૈશ્વિક વેપારનું વહન કરવા માટે સજ્જ છે અને આર્થિક વિકાસના નવા દોરને ગતિ આપવાની તાકાત ધરાવે છે.પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ઇન્ડિયન પોર્ટ્સ એક્ટ, 2025ની કલમ 73ની પેટા-કલમ (1) હેઠળ બંદરને મેગા પોર્ટ તરીકે વર્ગીકૃત કરવા માટેના માપદંડો શાપિંગ મંત્રાલય દ્વારા નક્કી કર્યા છે. આ માપદંડો દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા), જવાહરલાલ નેહરુ (ન્હાવા શેવા), પારાદીપ જેવાં મુખ્ય બંદરો અને મુખ્ય બંદરો સિવાયનાં મુંદરા બંદર આ માપદંડોને પૂર્ણ કરે છે. અધિનિયમ દ્વારા મળેલી સત્તાઓ તળે કેન્દ્ર સરકાર દ્વારા દીનદયાળ પોર્ટ (કંડલા), જવાહરલાલ નેહરુ પોર્ટ (ન્હાવા શેવા), પારાદીપ પોર્ટ અને મુંદરા બંદરને મેગા પોર્ટ તરીકે જાહેર કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંડલા મહાબંદરે તેની વૃદ્ધિનો ત્રીજો તબક્કો પાર કર્યો છે. પાકિસ્તાનનાં કરાચી બંદરની અવેજીમાં આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલું કંડલા પોર્ટ 1962માં મહાબંદર જાહેર થયું હતું. મહારાવ દ્વારા બાંધવામાં આવેલી એક જેટીથી આ સફર આજે 16 કાર્ગો જેટી અને આઠ ઓઈલ જેટી સહિતની માળખાકીય સુવિધાઓ ધરાવે છે. તાજેતરમાં કેન્દ્રીય સેબી મંત્રી દ્વારા કંડલા બંદરને મેગા પોર્ટ બનાવવાના સંકલ્પ સમારોહમાં વ્યક્ત કરી હતી. આ દરમિયાન 57 હજાર કરોડના ખર્ચે છ કિલોમીટરના વોટર ફ્રન્ટમાં મેગા પોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આજે કેન્દ્ર સરકાર દ્વારા ગેજેટમાં જાહેર કરાતા મેગા પોર્ટની કામગીરી આગામી સમયમાં ગતિશીલ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કંડલા મહાબંદર 16 વર્ષથી દેશમાં પ્રથમ  સ્થાન ધરાવે છે. 170 મિલિયન મેટ્રિક ટનનાં લક્ષ્યાંક સાથે પોર્ટઆગળ વધી રહ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd