નાગોયા-જાપાન, તા. 25 : ચીનના 19 વર્ષીય ફ્રી સ્ટાઈલ તરણવીર
ઝાંગ ઝાંશુઓએ એશિયન ગેમ્સમાં તરણ સ્પર્ધામાં છેલ્લા દિવસે 3 મિનિટ,
41.28 સેકન્ડમાં 400 મીટર ફ્રી સ્ટાઈલ તરીને જીત
મેળવવા સાથે સાત સુવર્ણ ચંદ્રક હાંસિલ કર્યા હતા અને ઈતિહાસ રચ્યો હતો. આ માટે ઝાંગએ
જે સમય લીધો તે જર્મનીના લુકાસ માર્ટેન્સ કરતાં 1.30 સેકન્ડ ઓછો હતો. ઝાંગએ 1500, 800 અને 200 મીટર ફ્રી
રેસમાં પણ જીત મેળવવા સાથે ત્રણ રીલેમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. બાદમાં તેણે પુલ
ડિવાઈડર પર બેસીને આંગળીનાં વેઢાથી સોનાના સિક્કાની ગણતરી કરતાં ખુશીભેર ઉજવણી કરી
હતી. ચીને આ દરમ્યાન વિક્રમી સોનું મેળવ્યાનો દાવો કર્યો હતો. ચીનીઓએ આ એશિયન રમતોત્સવના
છ દિવસ દરમ્યાન 30 સુવર્ણ ચંદ્રક
સાથે એકંદરે 54 મેડલ મેળવ્યા હતા. ત્રણ વર્ષ
પહેલાં હાંગઝોઉમાં 28 ચંદ્રક મેળવ્યા
હતા, આમ ગત વખતની સરખામણીએ હાલમાં વધુ ચંદ્રક સાથે
ચીન આગળ વધ્યું હતું. ચીનની 13 વર્ષીય યુ ઝીદી એશિયાની ગેમ્સમાં સૌથી વધુ ચર્ચામાં રહી હતી.
તેણે તરણમાં 200 મી. બટરફ્લાયમાં અને 200 મી. તથા 400 મી. વ્યક્તિગત શ્રેણીમાં મેડલ
જીત્યા હતા. 200 મી.માં તેણે 2:06.10 જેટલો સમય લીધો હતો, જે કેનેડિયન સમર મેકિન્ટોસ 2:05.70ના વિશ્વ વિક્રમ કરતાં થોડો
ઓછો રહ્યો હતો.