• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

નીલપરમાં સગીરા સાથે દુષ્કર્મ મુદ્દે અંતે ફરિયાદ

રાપર, તા. 25 : તાલુકાનાં નીલપર (સોનટેકરી) ખાતે ગ્રામ સ્વરાજ સંઘ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના બનાવમાં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં શાળાના આચાર્ય સહિત ચાર વ્યક્તિઓ સામે  ફરિયાદ નોંધવાઇ છે પોલિસ સૂત્રોના જણાવ્યા  મુજબ આચાર્ય વિપુલભાઇ ભાનુભાઇ ગોહિલ, ગૃહમાતા પૂજાબેન ગોહિલ તેમજ દિનેશભાઇ સંઘવી તથા અનિરુદ્ધાસિંહ જાડેજા  સામે ફરિયાદ નોંધવાઇ છે. દીકરીને સંસ્થામાંથી ઘરે લઈ આવવામાં આવી હતી. સાંજે ઘરે પરત આવી દીકરીને પૂછતાં શાળાના આચાર્ય વિપુલભાઇ ભાનુભાઇ ગોહિલ છેલ્લા બે-ત્રણ માસથી અવારનવાર હેરાન પરેશાન કરતો હોવાનું અને એકલી રૂમમાં બોલાવી જોરજબરદસ્તી કરતો હોવાનું જણાવી ઘરની પાછળ આવેલ અવાવરુ જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ બદકામ કર્યું હતું. સંબંધ ન રાખે તો પરીક્ષામાં ઓછા માર્કસ આપવાની ધમકી આપી કોઇને આ વાત ન કરવાની બીક બતાવી હેરાન-પરેશાન કરતો હોવાનું જણાવ્યું હતું. સગીરાએ ગૃહમાતા પૂજાબેન ગોહિલને આ અંગે ફરિયાદ કરી ઘરે ફોન કરવા જણાવતાં ગૃહમાતા દ્વારા આવી વાતો કોઇને ન કહેવાય અને આ આપણા ગુરુજી કહેવાય. તેમના વિશે પરિવારને જાણ કરાય નહીં તેમ કહીને ફોન કરી આપ્યો નહોતો. બીજા દિવસે ફરિયાદી તેમના ભાઈ અને માતા-પિતા સાથે નીલપર ખાતે સંસ્થામાં ગયા હતા, જ્યાં સંસ્થાના મંત્રી દિનેશભાઇ સંઘવી, વ્યવસ્થાપક અનિરુદ્ધાસિંહ જાડેજા તથા ગૃહમાતા પૂજાબેન ગોહિલ હાજર હતા અને આ બનાવ અંગે તેઓને વાત કરતાં તેઓએ આમાં પોલીસ કેસ કરાય નહીં અને આમા ઊલટી તમારા ઉપર ફરિયાદ થશે અને સંસ્થાનુ કંઇ ખરાબ નહીં કરી શકો તેવી ધમકી આપી પોલીસ ફરિયાદ નહીં કરવા અંગેની વાત કરી  હતી. ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના મોબાઇલમાંથી વોટ્સએપ કોલ કરી ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્ર ખીમાણી સાથે વાત કરાવતાં પ્રમુખે નવ તારીખે આવું ત્યારે આ મેટર પતાવી દઈશ એમ કહ્યું હતું. આ લોકોના ડરથી જે-તે વખતે ફરિયાદ કરેલ ન હતી. પોલીસ અધિકારી દ્વારા ઘરે આવી સધિયારો આપતાં ફરિયાદ કરવાની હિંમત આવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.  આ ઈસમો વિરુદ્ધ પોકસો એકટ અને અન્ય કલમો લગાડી કાયદેસરની કાર્યવાહી કરી સગીરાને ન્યાય અપાવવા તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ મુખ્ય આરોપી હાથવેંતમાં હોવાનું જણાવી તરતમાં પકડી પાડવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા પોક્સો એક્ટ સહિતની કલમો લગાડી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd