• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

રાપરમાં 96 હજારનો દારૂ ઝડપાયો : આરોપી નાસી છૂટયો

ગાંધીધામ, તા. 25 : રાપરના રત્નેશ્વર મંદિરથી આગળ નવાપરા રોડ પર એક કારમાંથી પોલીસે રૂા. 96,000નો દારૂ પકડી પાડયો હતો, પરંતુ આરોપી સાબુના ગોટાની જેમ પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. રાપર પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બલેનો ગાડીમાં દારૂ ભરી એક શખ્સ રામવાવથી રાપર બાજુ આવી રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી આ કાર આવતા તેને રોકવા જતા કાર ચાલકે પોતાનું વાહન રત્નેશ્વર મંદિર તરફ જતાં માર્ગ બાજુ હંકારી દીધું હતું અને પાણીના અવાડા સાથે ગાડી ભટકાતા કારચાલક અંધારાનો લાભ લઇ ઓઝલ થઇ ગયો હતો. કાર નંબર જી.જે. 39 સી.ડી 9927 માંથી ગ્રીન લેબલના 192 ક્વાર્ટરિયા, 8 પી.એમ.ના 144 કવાર્ટરિયા તથા કિંગફિશર બિયરના 432 ટીન એમ કુલ રૂા. 96,000નો દારૂ પોલીસે જપ્ત કર્યો હતો. હાથમાંથી સાબુના ગોટાની જેમ સરકી જનાર આરોપી કોણ હતો, તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં દારૂના મોટાભાગના દરોડાઓમાં આરોપીઓ પોલીસના હાથમાં આવતા જ ન હોવાનું સપાટી ઉપર આવ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd