• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

પેટ્રોલ વાહનોનો વપરાશ ઘટવા માંડયો

નવી દિલ્હી, તા. 7 : ભારતીય ઓટોમોબાઇલ બજારમાં કાર ખરીદનારાઓની પસંદગીમાં ઐતિહાસિક પરિવર્તન નોંધાયું છે. લાંબા સમયથી બજારમાં સૌથી વધુ પસંદગી મેળવનારી પેટ્રોલ કાર્સની સરખામણીએ ગ્રાહકો હવે વૈકલ્પિક ઇંધણ તરફ ઝડપથી વળી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે CNG, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક (EV) કાર્સનું સંયુક્ત વેચાણ પેટ્રોલ કાર્સ કરતાં આગળ નીકળી ગયું છે. આ ત્રણેય વિકલ્પોએ મળીને પેસેન્જર વ્હીકલના રિટેલ વેચાણમાં રેકોર્ડ 42 ટકા હિસ્સેદારી હાંસલ કરી લીધી છે, જ્યારે પેટ્રોલ કાર્સનો હિસ્સો ઘટીને 41 ટકાના ઓલ-ટાઇમ નીચલા સ્તરે પહોંચી ગયો છે.   ઇંધણની પસંદગી બદલાવા છતાં દેશમાં કાર્સની એકંદર માંગમાં કોઈ ઘટાડો થયો નથી. ઓગસ્ટમાં પેસેન્જર વ્હીકલ્સનું રિટેઈલ વેચાણ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને આશરે 4.01 લાખ યુનિટ નોંધાયું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પેટ્રોલ કાર્સનો માર્કેટ શેર 46 ટકા હતો, જે એક જ વર્ષમાં 5 ટકા ઘટીને 41 ટકા પર આવી ગયો છે. કાર ખરીદતી વખતે ગ્રાહકો હવે કિંમત અને ડિઝાઇન ઉપરાંત માઇલેજ, રાનિંગ કોસ્ટ અને નવી ટેક્નોલોજી જેવા પરિબળોને પ્રાથમિકતા આપી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં એકલા CNG કાર્સની હિસ્સેદારી વધીને 25 ટકાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં 21 ટકા હતી.

Panchang

dd