• રવિવાર, 28 એપ્રિલ, 2024

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 20 વર્ષની કેદની સજા

અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરૂદ્ધ વર્ષ 1996માં કાવતરું રચીને રાજસ્થાનના વકીલને પાલનપુરની હોટલમાં ડ્રગ્સ મૂકીને ફસાવવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સંજીવ ભટ્ટ સામે પાલનપુરની કોર્ટેમાં પાંચ વર્ષથી કેસ ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે કેસમાં સંજીવ ભટ્ટને દોષિત ઠેરવ્યા હતા.આજે કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે ખોટા એનડીપીએલ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) 20 વર્ષની સજા સાથે રુ. બે લાખનો દંડ ફટકાર્યો છે.બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 1996માં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે રાજસ્થાન પાલીના એડવોકેટ સુમેરાસિંહ રાજપુરોહિત દ્વારા રાજસ્થાનમાં ચાલતા જમીન વિવાદમા તેમને ફસાવવા સંજીવ ભટ્ટ દ્વારા પાલનપુરની હોટલમાં વકીલના નામે બુક કરેલા રૂમમાં ડ્રગ્સ મૂકવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં વર્ષ 2015માં સંજીવ ભટ્ટને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને વર્ષ 2018 તેમની ધરપકડ કરાઈ હતી. જે કેસ પાંચ વર્ષથી પાલનપુરની કોર્ટમાં ચાલી રહ્યો હતો. કેસ બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. જો કે, સંજીવ ભટ્ટ કાચા કામના કેદી તરીકે જેલ વાસ ભોગવી રહ્યા છે. જો કે કેસમાં બુધવારની મુદતમાં કોર્ટે તત્કાલીન આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને દોષિત ઠેરવ્યા હતા અને કોર્ટે દ્વારા એનડીપીએસ ખોટા કેસના ગુનામાં સંજીવ ભટ્ટને સજા કરતો ચુકાદો આજે સંભળાવવામા આવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang