• રવિવાર, 28 એપ્રિલ, 2024

દિલ્હી હાઇકોર્ટનો કોંગ્રેસને ઝટકો

નવી દિલ્હી, તા. 28 : કોંગ્રેસને ઝટકો આપતાં દિલ્હી વડી અદાલતે ચાર વર્ષ માટે પુનર્મૂલ્યાંકનની કાર્યવાહીના આવકવેરા વિભાગના આદેશને પડકારતી કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કોંગ્રેસના લગભગ 105 કરોડ રૂપિયાના બાકી વેરા વસૂલવાની આવકવેરા તંત્રની નોટિસ પર રોક મૂકવાનો ઇન્કાર કરતાં આવકવેરા ટ્રિબ્યુનલના ફેંસલાને બરકરાર રાખ્યો છે. જો કે, અદાલતે કોંગ્રેસને  પોતાની ફરિયાદો સાથે નવેસરથી આવકવેરા ટ્રિબ્યુનલ પાસે જવાની સ્વતંત્રતા આપી છે. દેશના સૌથી જૂના પક્ષે તેના બેન્ક ખાતાની વસૂલાત તેમજ ખાતા ફ્રીઝ કરવાની આવકવેરા તંત્રની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. કોંગ્રેસે તેની ફરિયાદમાં કહ્યું હતું કે, આવકવેરા વિભાગે સુનાવણીનાં પરિણામની રાહ જોયા વિના બેન્કોમાં પડેલા પૈસા ફ્રીઝ કરી નાખ્યા હતા. દરમ્યાન કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણીથી પહેલાં પક્ષને આર્થિક રીતે લાચાર બનાવવાની કોશિશ કરવાનો આરોપ મૂક્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang