• રવિવાર, 28 એપ્રિલ, 2024

કેજરીવાલની કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાઈ

નવી દિલ્હી, તા. 28 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં ગુરુવારે તેમને ફરી કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેમની ઈડીની કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી હતી. કોર્ટમાં કેજરીવાલ અને ઈડીએ એકબીજા પર આરોપ લગાવ્યા હતા. કેજરીવાલે ખુદ પોતાનો પક્ષ રજૂ કર્યો અને આરોપ લગાવ્યો કે ઈડીના બે ઈરાદા છે એક આપ ને ખતમ કરવું અને બીજુ વસૂલી રેકેટ ચલાવવું. અસલ કૌભાંડ તો ઈડીની તપાસ બાદ શરૂ થયું છે. શરથ રેડ્ડીનો ઉલ્લેખ કરતાં કહ્યંy કે તેણે જેલમાંથી નીકળીને પપ કરોડનો ફાળો ભાજપાને આપ્યો છે જેના મારી પાસે પુરાવા છે. એક કૌભાંડ ચાલી રહ્યુ છે. નાણાંનો ખેલ ચાલી રહ્યો છે. તે બસ આપને પીસવા ઈચ્છે છે બીજીતરફ એક્સટોર્શન કરે છે. ઈડીએ આવા આરોપને ફગાવી દઈ કેજરીવાલ પર રૂા. 100 કરોડની લાંચ માગ્યાનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે  સવાલ ઉઠાવ્યો કે 100 કરોડનું કૌભાંડ થયું તો શું ઈડીને નાણાં મળ્યા છે ? દેશની સામે આમ આદમી પાર્ટીની છાપ ખરડાય તેવી તસવીર રજૂ કરાઈ રહી છે. દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં ઈડી (પ્રવર્તન નિર્દેશાલય) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ 6 દિવસના રિમાન્ડ ગુરુવારે પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા જયાં બંન્ને પક્ષકારોની દલીલો બાદ કોર્ટે રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા હતા. તપાસ એજન્સીએ તેમના વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટમાં ઈડી તરફથી એએસજી એસ.વી.રાજૂ અને વકીલ જોહેબ હુસૈન વીસી રજૂ થયા હતા જ્યારે કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ રમેશ ગુપ્તા હાજર થયા હતા. ઈડીએ કોર્ટમાં રજૂઆત કરી કે કાઢવામાં આવેલા ડિજિટલ ડેટાની તપાસ કરવામાં આવનાર છે. કેજરીવાલનું નિવેદન નોંધાયુ છે પરંતુ તેઓ સવાલોના સીધા જવાબ આપી રહ્યા નથી. જે ડિજિટલ ડેટા મળ્યો છે તેની તપાસ કરાઈ રહી છે. હજૂ કેજરીવાલનો કેટલાક વધુ લોકો સામે આમનો સામનો કરવાનો છે. કેજરીવાલે કોર્ટમાં રજૂઆત કરી કે ઈડીએ અત્યાર સુધીમાં 31 હજાર પેજના દસ્તાવેજ જમા કર્યા છે, મારો માત્ર 4 નિવેદનમાં ઉલ્લેખ છે. મારા ઘરે એમએલએ સહિત ઘણાં લોકો આવે છે મને શું ખબર કે શું ચાલી રહયું છે ? શું માત્ર એક નિવેદન મારી ધરપકડ કરવા પુરતું છે ? મને કોઈએ દોષિત ઠેરવ્યો નથી. દરમિયાન કોર્ટે પૂછયુ કે બધુ તમે લેખિતમાં કેમ આપતાં નથી ? કેજરીવાલે જવાબ આપ્યો કે હું કોર્ટમાં બોલવા ઈચ્છુ છું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang