• રવિવાર, 28 એપ્રિલ, 2024

પાકિસ્તાનને ફરી ભારતનો સજ્જડ જવાબ

જીનિવા, તા. 26 : પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતના પ્રતિનિધિ હરિવંશ નારાયણ સિંહે સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ) એસેમ્બલીની બેઠકમાં આનો વિરોધ કરી જડબાતોડ જવાબ આપ્યો હતો. હરિવંશે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધની વાહિયાત ટિપ્પણીઓને નકારે છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને તે મારું સદ્ભાગ્ય છે કે, ઘણા લોકો ભારતને એક મોડેલ તરીકે જુએ છે. એવામાં તે દેશમાંથી ભાષણ મળવું, જેનો લોહશાહીનો રેકોર્ડ તદ્દન ખરાબ છે તે ખૂબ હાસ્યાસ્પદ છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે પાકિસ્તાને પોતાના ઘરેલુ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આઇપીયુમાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આઇપીયુ એક એવી સંસ્થા છે, જે વિશ્વભરના સંસદોને એકસાથે લાવવાનું કામ કરે છે. ભારતીય પ્રતિનિધિએ જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને આઇપીયુને આતંકવાદ પર પાકિસ્તાનના નબળા રેકોર્ડની યાદ અપાવી હતી, તેમણે કહ્યું હતું કે, દેશ છે જ્યાં ઓસામા બિન લાદેન મળ્યો હતો. પાકિસ્તાનનો રેકોર્ડ છે કે, અહીં સૌથી વધુ આતંકી સંગઠનો જોવા મળે છે. મને આશા છે કે, પાકિસ્તાન પોતાના નાગરિકોના કલ્યાણ માટે કેટલાક પાઠ શીખશે. હરિવંશે જણાવ્યું કે, પાકિસ્તાને મંચનું મહત્ત્વ સમજવું જોઈએ અને અહીં વાહિયાત આરોપો લગાવવાથી બચવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર હંમેશાંથી ભારતના અભિન્ન અંગ છે અને રહેશે. કોઈપણ પ્રચાર હકીકતને બદલી શકે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે સારું રહેશે કે, તે આતંકવાદીઓને આશ્રય આપીને કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરવાનું બંધ કરે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang