• રવિવાર, 28 એપ્રિલ, 2024

પેટા ચૂંટણીમાં પક્ષ બદલુઓને ટિકિટ

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ચૂંટણીપંચ દ્વારા આગામી સાત મેના યોજાનારી 26 લોકસભા બેઠકની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠક માટેની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની બેઠક ખાલી છે. જો કે, ચૂંટણીપંચે માત્ર પાંચ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. વિસાવદર બેઠકથી પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવામાં ભાજપે પાંચ બેઠક પર પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે. જેમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા સહિત ચાર  ધારાસભ્ય અને વાઘોડિયામાં ભાજપ સામે અપક્ષ લડેલા પણ પછી ભાજપમાં જોડાઇ ગયેલા ધર્મેન્દ્રાસિંહ વાઘેલાને ટિકિટ ફાળવવામાં આવી છે. ભાજપે પાંચ બેઠકની પેટાચૂંટણી માટે જાહેર કરેલી યાદી મુજબ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સી.જે. ચાવડા, માણાવદરથી અરાવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ફરીથી ટિકિટ ફાળવાઈ છે. અહીં નોંધવું ઘટે કે, થોડાક સમય પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા તેમની બેઠક પરથી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે હવે પાંચેય ધારાસભ્યને તેમની બેઠક પરથી પેટા ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. જો ધારાસભ્યો પોતાની બેઠક પરથી જીતશે તો તે પૈકીના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડાને આગામી સમયમાં મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. દરમ્યાન, અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, પોરબંદરથી ભાજપે મારા પર વિશ્વાસ મુક્યો તે બદલ હું ભાજપનો આભાર માનું છે અને વિશ્વાસ અપાવું છે કે, જે રીતે મારામાં વિશ્વાસ મુક્યો છે, એટલો વિશ્વાસ મારા પોરબંદરની જનતા મુકીને મને રેકોર્ડ બ્રેક લીડથી વિજયી બનાવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang