• રવિવાર, 28 એપ્રિલ, 2024

ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ યુનોમાં પસાર

ન્યૂયોર્ક, તા. 26 : ઇઝરાયલ અને હમાસ વચ્ચે સાડા પાંચ મહિનાથી ચાલી રહેલાં ભીષણ યુદ્ધ વચ્ચે ગાઝામાં રમજાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠક દરમ્યાન, 15માંથી 14 સભ્યે પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે અમેરિકા મતદાનથી દૂર રહ્યું હતું. અમેરિકાએ `વીટો' લગાવતાં નારાજ ઇઝરાયેલે અમેરિકાની મુલાકાત રદ્દ કરી હતી. પ્રસ્તાવમાં તમામ બંધકોને વિના શરતે તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટેના તમામ અવરોધોને દૂર કરવા પણ કહેવામાં આવ્યું છે. પહેલી વખત અમેરિકાએ યુદ્ધવિરામ પ્રસ્તાવ પર મતદાન કર્યું હતું. પહેલાં અમેરિકા યુએનએસસીમાં પ્રસ્તાવોને ત્રણ વખત `વીટો' લગાવી ચૂક્યું હતું. યુદ્ધને રોકવા માટેનો પહેલો પ્રસ્તાવ માલ્ટાએ નવેમ્બર 2023માં રજૂ કર્યો હતો. બીજી વખત યુએઇએ ડિસેમ્બર 2023માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ત્રીજી વખત ફેબ્રુઆરી 2024માં ઉત્તર આફ્રિકન દેશ અલ્જેરિયાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકાએ ત્રણેય વખત પ્રસ્તાવને ફગાવ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, યુએનએસસીના ઠરાવોને આંતરરાષ્ટ્રીય કાયદો ગણવામાં આવે છે. સભ્ય દેશોએ તેનું પાલન કરવું જરૂરી છે. જો કે, ઇઝરાયલ તેનું કાયમી સભ્ય નથી. યુએનએસસી મતદાનથી અમેરિકાના હટી જવા પર ઇઝરાયલે નારાજગી વ્યક્ત કરી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલના પ્રતિનિધિમંડળની વાશિંગ્ટનની મુલાકાતને અમેરિકા દ્વારા વીટો લગાવવાના કારણે રદ્દ કરી દીધી હતી. ઇઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે, અમે ગોળીબાર બંધ નહીં કરીએ. અમે હમાસનો ખાતમો કરીશું અને જ્યાં સુધી દરેક બંધકને છોડવામાં નહીં આવે અને ઘરે પરત આવે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખીશું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang