• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

પલાંસવા : `તું મારા પર મેલી વિદ્યા કરે છે' તેમ કહી વૃદ્ધ પર હુમલો

ગાંધીધામ, તા. 25 : રાપરના પલાસવામાં તું મારા પર મેલીવિદ્યા કરે છે તેનું મનદુ:ખ રાખી એક શખ્સે પોતાના કાકાને માર મારતાં વૃદ્ધને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પલાંસવામાં રહી મજૂરી કામ કરતા ફરિયાદી દેવજી વેરશી વાલ્મીકિ (ઉ.વ. 60) ગત તા. 22/10ના સવારે પોતાના ઘરે આંગણામાં બેઠા હતા ત્યારે તેમના ભાઈનો દીકરો પ્રવીણ બાબુ વાલ્મીકિ ત્યાં લાકડી લઈને આવ્યો હતો અને તું મારા પર મેલીવિદ્યા કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં ઉશ્ઁકરાઈ જઈ પોતાના કાકા ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. રાડારાડ થતાં આ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઘવાયેલા વૃદ્ધને પ્રથમ પલાંસવા, પછી રાધનપુર અને ત્યાંથી મોરબી લઈ જવાયા હતા. જ્યાં તેમના પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. આડેસર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd