ગાંધીધામ, તા. 7 : ભચાઉ તાલુકાના વોંધ ગામના સરપંચના
ઘરે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક શખ્સ સામે ગુનો નોંધાયો હતો.
ભચાઉના વોંધ ગામે ગત તા. 31/8ના આ બનાવ
બન્યો હતો. ગામના સરપંચ રામજી રાઘુ ચૌધરી (પટેલ) ઘરે હતા ત્યારે તેમને વ્હોટસએપ કોલ
આવ્યો હતો અને બાદમાં ફોન કરનાર લાલજી રામજી ચાવડા (આહીર) ફરિયાદીના ઘરે આવ્યો હતો.
આ શખ્સે ગોદામમાં પાણી ન પહોંચતું હોવાની બાબતે મનદુ:ખ રાખી સરપંચ સાથે ગાળા-ગાળી કરી
હતી. સરપંચે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ શખ્સે પાણી નહીં આવે તો ભડાકે દઈશ તેવી
ધમકી આપી હતી. આસપાસના લોકો આવી જતાં આ શખ્સ ત્યાંથી નીકળી ગયો હતો. શરૂઆતમાં સમાધાનની
વાત બાદ સમાધાન ન થતા આ અંગે તા. 6/9ના પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી
છે.