• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

મુંદરા તાલુકાના વાડી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ

ભુજ, તા. 7 : મુંદરા તાલુકાના એક ગામના વાડી વિસ્તારમાં પરપ્રાંતિય પરિવારની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. મુંદરા પોલીસ મથકે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મુન્ના પોપટભાઈ નાયક (રહે. મોટા કાંડાગરા વાડી વિસ્તાર, મૂળ છોટા ઉદેપુર બાજુ)એ છેલ્લા દોઢેક વર્ષથી ફરિયાદીની દીકરી સગીર હોવાનું જાણવા છતાં દીકરીની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધી ગુનાહિત ધમકી આપી ગર્ભવતી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પોકસો, દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd