• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

લુણી ચેકપોસ્ટ પાસેથી મુંદરાનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો

ભુજ, તા. 7 : મુંદરાના લુણી ચેકપોસ્ટ પાસેથી ઈકો ગાડીથી આવતા મુંદરાના શખ્સને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધો હતો. ગઈકાલે બપોરે મુંદરા મરીન પોલીસે બાતમીના આધારે લુણી ચેકપોસ્ટ પાસેથી ગાંધીધામથી મુંદરા આવતી ઈકો ગાડી નં. જીજે-12-એફએ-9651માંના જુસબ અલીમામદ સાંજી (રહે. હરિનગર, મુંદરા)ને માદક પદાર્થ ગાંજો વજન 30 ગ્રામ, કિં. રૂા. 1500 તથા એક મોબાઈલ કિં. રૂા. 5000 અને ગાડી કિં. રૂા. પાંચ લાખ એમ કુલ રૂા. 5,07,650ના મુદ્દામાલ સાથે ઝડપી એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ છે.

Panchang

dd