મુંદરા, તા. 20 : તાલુકાના ચકચારી કોલસા કૌભાંડના
અન્ય એક આરોપીને પકડીને મુંદરા કોર્ટમાં રજૂ કરાયો હતો અને જામીન અરજી મુકાતાં જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની મુંદરા કોર્ટ જામીન નામંજૂર કરી રિમાન્ડ આપ્યા હતા. કોલસા
કૌભાંડ આરોપીને પકડી શનિવારે કોર્ટમાં રજૂ કરાતાં તપાસ કરનાર અમલદાર તથા એપીપી કે.એમ.
પ્રજાપતિની રજૂઆત-દલીલો સાંભળી કોર્ટે તા. 29-6-26 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી જિગરાસિંહ ભીમાસિંહ વાઘેલાને
કસ્ટડીમાં મોકલવામાં માટે મુંદરા પોલીસ દ્વારા વિનંતી કરાઈ હતી. આ અગાઉ ક્રિષ્ના ગોપાલ
ગંગાપ્રસાદ પવારની ગત 11મી જૂનના
જામીન અરજી મુંદરા કોર્ટે નામંજૂર કરી હતી.