• રવિવાર, 17 મે, 2026

અંજારમાં મતભેદ દૂર થયા, દિલ મળ્યાં : 181 થકી પતિ-પત્નીનું સમાધાન

ગાંધીધામ, તા. 16 : અંજારમાં રહેનાર એક પરિણીતાનો ઘરસંસાર તૂટતાં 181 અભયમની ટીમે બચાવ્યો હતો અને પતિ-પત્નીનો સુખદ મિલાપ કરાવ્યો હતો. પૂર્વ કચ્છ 181 અભયમની ટીમને એક પરિણીતાએ ફોન કરતાં ટીમના કાઉન્સેલર નિરૂપાબેન બારડ, કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર, પાઈલોટ દિગ્વિજયસિંહ વાઘેલા અંજાર પહોંચ્યા હતા. આશરે બે વર્ષથી પિયરમાં રહેનાર આ યુવતીનાં લગ્ન તાલુકાનાં એક ગામમાં થયાં હતાં, પણ સામાન્ય બાબતોમાં મતભેદ થતાં પોતે અહીં પિયરમાં હોવાનું યુવતીએ જણાવ્યું હતું. અભયમની ટીમ યુવતીના સાસરિયા પક્ષે જઈ તેના સસરા, પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ યુવતીનો ઘરસંસાર તૂટવાની અણી ઉપર હતો, પરંતુ ટીમના સભ્યોએ યોગ્ય કાઉન્સેલિંગ કરતાં સાસરા પક્ષ સમજી ગયા હતા અને પતિ-પત્ની એકબીજાને ભેટી પડયા હતા અને 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Panchang

dd