બેંકોક, તા.15 : ભારતીય
જુગલ જોડી સાત્વિક-ચિરાગ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન-પ00 સુપર સિરીઝ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી છે જ્યારે પીવી
સિંધુ અને લક્ષ્ય સેન કવાર્ટર ફાઇનલમાં હારીને બહાર થયા છે. સાત્વિક-ચિરાગનો ક્વાર્ટર
ફાઇનલમાં જાપાની જોડી સામે 21-12 અને 21-13થી શાનદાર વિજય થયો હતો જ્યારે
પીવી સિંધુનો ટોચની ક્રમાંકિત જાપાની ખેલાડી અકાને યામાગૂચી સામે ત્રણ ગેમની રસાકસી
પછી 21-19, 18-21 અને 1પ-21થી પરાજય થયો હતો. મેન્સ સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં લક્ષ્ય
સેનની થાઇ ખેલાડી કે. વિતિસાર્ન સામે 19-21 અને 16-21થી હાર
થઇ હતી.