• રવિવાર, 17 મે, 2026

જીતો ભુજ દ્વારા 23મીએ નેશનલ જોબફેર યોજાશે

ભુજ, તા. 16 : કચ્છના કૌશલ્યવાન યુવાનોને તેમની કાર્યક્ષમતા અનુસાર રોજગારીની વિશાળ તકો પ્રદાન કરવાના ઉમદા ઉદ્દેશ સાથે જીતો ભુજ દ્વારા મોનાર્ચ નેટવર્થ કેપિટલના સહયોગથી 23 મેના ભુજ ખાતે નેશનલ જોબફેર 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબફેરનાં આયોજનમાં કચ્છમિત્ર મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. જીતો ભુજના ચેરમેન પંકજ મહેતાના જણાવ્યાનુસાર 23 મે શનિવારે સવારે 11થી 5 દરમ્યાન વીબીસી નૂતન સેવા સંકુલ પ્રથમ માળ ખાતે યોજાનાર આ નેશનલ જોબફેરમાં વિવિધ નામાંકિત કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જીતો ભુજ દ્વારા આ આયોજન કરવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં શ્રી મહેતાએ કહ્યું કે, કચ્છના યુવાનોને તેમના કૌશલ્યને આધારે રોજગારી મળી રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે. કચ્છના રોજગારવાંચ્છુ યુવાનો આ જોબફેરમાં મોટી સંખ્યામાં જોડાય તેવું આહ્વાન કરવામાં આવ્યું છે. આ જોબફેરમાં નિ:શુલ્ક નોંધણી કરાવવા માટે ક્યુઆર કોડ જારી કરાયો છે, તો વધુ માહિતી માટે 86553 70270નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd