• રવિવાર, 17 મે, 2026

જવાહરનગરની વાડી ઉપર જુગાર રમતા છ ઝડપાયા : બે નાસી છૂટયા

ભુજ, તા. 16 : તાલુકાના જવાહરનગરની વાડી ઉપર જાહેરમાં અડધી રાતે ધાણીપાસા વડે રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડતાં છ ખેલીને ઝડપી લીધા હતા, જ્યારે બે નાસી છૂટયા હતા. તા. 16/5ના રાત્રે બે વાગ્યાના અરસામાં પદ્ધર પોલીસને રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે દરોડો પાડી જવાહરનગરની પૂર્વ બાજુએ ખીરસરા તરફ જતા રસ્તા ઉપર કેનાલની બાજુમાં બાવાજી (મારાજ)ની વાડી  ઉપર જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા મનજી ગોપાલ ચાડ, રણછોડ વેલાભાઈ ગાગલ, દામજી ભીમજીભાઈ ચાડ, પ્રવીણ રાણાભાઈ કેરાસિયા (રહે. તમામ જવાહરનગર) અને રમેશ સામજીભાઈ મેરિયા (મોડસર) અને અસગર હુસેનશા શેખ (કનૈયાબે)ને ઝડપી લીધા હતા, જ્યારે ધીરજ ઉર્ફે લાલો ભુરાભાઈ ગાગલ અને ભાવિન શામજીભાઈ ગાગલ (રહે. બંને જવાહરનગર) નાસી છૂટયા હતા. દરોડામાં પોલીસે રોકડા રૂા. 21,300, પાંચ મોબાઈલ કિં. રૂા. 25,000 તથા પાંચ વાહન કિં. રૂા. 1,40,000 એમ કુલ રૂા. 1,86,300નો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd