• રવિવાર, 17 મે, 2026

પેટ્રોલની નિકાસ પર ત્રણ રૂા.નો વિન્ડફોલ ટેક્સ

નવી દિલ્હી, તા. 16 : પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયા બાદ હવે પેટ્રોપેદાશો ઉપર વિન્ડફોલ ટેક્સ (વિશેષ આવક પરનો વેરો)માં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. પેટ્રોલની નિકાસ ઉપર નવો ટેક્સ લાગુ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ અને વિમાન ઈંધણ ઉપર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. નાણા મંત્રાલયનાં નવાં જાહેરનામાં અનુસાર પેટ્રોલની નિકાસ ઉપર પહેલીવાર પ્રતિ લિટર ત્રણ રૂપિયા વિન્ડફોલ ટેક્સ લગાડવામાં આવ્યો છે. ડીઝલ ઉપર નિકાસ ડયૂટી 23 રૂપિયાથી ઘટાડીને 16.પ રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. વિમાન ઈંધણ એટલે કે એટીએફ ઉપર ટેક્સ 33 રૂપિયાથી ઘટાડીને 16 રૂપિયા કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ નિર્ણયથી ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ અસર નહીં થાય. દેશમાં વેચાતા ઈંધણ ઉપરની ડયૂટીમાં કોઈ જ બદલાવ કરવામાં આવ્યો નથી. સરકાર ઘરેલુ બજારમાં ઈંધણની ઉપલબ્ધતા વધારવા માગે છે અને આ નિર્ણયનો ઉદ્દેશ કંપનીઓને આંતરરાષ્ટ્રીય કિંમતોનાં અંતરનો ફાયદો ઉઠાવીને વધુ નિકાસ કરતી રોકવાનો છે. - ચાંદીની આયાત પર પ્રતિબંધ : નવી દિલ્હી, તા. 16 : સોનાં બાદ હવે કેન્દ્ર સરકારે ચાંદી પર મોટો નિર્ણય લીધો છે. સરકારે આજે ચાંદીની આયાતને `પ્રતિબંધિત' શ્રેણીમાં રાખવાની ઘોષણા કરી હતી. પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાયસન્સની જરૂર પડતી હોય છે. અત્યાર સુધી ચાંદી `આયાતમુક્ત' કે `િન:શુલ્ક' શ્રેણીમાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય એટલા માટે પણ મહત્ત્વનો છે કેમ કે, સરકારે 13મી મેના કિંમતી ધાતુઓ પર આયાતશુલ્ક છ ટકાથી વધારીને 15 ટકા કર્યો હતો. આ નિર્ણયથી ઘરેલુ બજાર અને વ્યાપાર સંતુલન પર અસર થઇ શકે છે. આયાતશુલ્ક વધારવાનું પગલું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં સંકટનાં કારણે સતત વધી રહેલા આયાતખર્ચને ધ્યાને લઇને લેવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ સોનાં - ચાંદીની ખરીદીને હતોત્સાહ કરવાનો હતો. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય અનુસાર ચાંદીની આયાતને `મુક્ત'થી `પ્ર્રતિબંધિત' શ્રેણીમાં સંશોધિત કરવામાં આવી છે, જેમાં સોનાં અને પ્લેટિનમ મઢેલી ચાંદીનો પણ સમાવેશ થાય છે. પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવનારા સામાનોની આયાત માટે હવે સરકાર પાસેથી લાયસન્સ લેવું અનિવાર્ય બનશે. આ નિયમ તત્કાળ અસરથી લાગુ થઇ જશે. સરકારે ચાંદીની આયાતને લઇને પોતાની નીતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અગાઉ ચાંદીની આયાત `મુક્ત'ની શ્રેણીમાં આવતી હતી, જેનો અર્થ એ થતો હતો કે, તેને સરળતાથી આયાત કરી શકાતી હતી. હવે તેને `પ્રતિબંધિત' શ્રેણીમાં મુકાતાં આયાતકારોને ચાંદી મગાવવા માટે સરકારી અનુમતિ લેવી પડશે. આ પ્રક્રિયા આયાતને વધુ નિયંત્રિત અને જટિલ બનાવી દેશે. ચાંદી પર પ્રતિબંધ લગાવવા પહેલાં સરકારે કિંમતી ધાતુઓ પર આયાતશુલ્કને 15 ટકા કર્યો હતો. આ વૃદ્ધિ સોનાં અને અન્ય કિંમતી ધાતુઓ પર પણ લાગુ થઇ હતી. આ બંને પગલાંથી દેશમાં કિંમતી ધાતુઓની આયાત મોંઘી બનશે. 

Panchang

dd