• રવિવાર, 17 મે, 2026

નાર્કોટિક્સ ટૂકડી સાદા વેશમાં મુંદરા પહોંચી : સીરિયન નાગરિકનો `વિઝા' પૂરો થઈ ગયો હતો

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 16 : ભારતને `જેહાદી ડ્રગ્સ'ની હેરાફેરીનો ટ્રાન્ઝિટ રૂટ બનાવવામાં આવી રહ્યો હોવાની વિદેશની એક ડ્રગ્સ એજન્સીએ એક સપ્તાહ પહેલાં અહીંની સુરક્ષા એજન્સીને માહિતી આપી હતી, જેના આધારે તપાસ શરૂ  થાય તો પુશ ટૂ ટોક ગ્લોબલ એપથી ફોનની કોમ્યુનિકેશનની ફ્રિક્વન્સીને રેડિયો ફ્રિક્વન્સીમાં ચેન્જ કરી કોઈ સાઉદી અરેબિયા વાત કરી રહ્યું હોવાના સિગ્નલ ઇન્ટર પકડાયા અને એ સિગ્નલ  દિલ્હીના નેબસરાઈના હતા, ત્યાં છાપો મારતાં એક સીરિયન નાગરિક પકડાયો અને એના ફોન પરથી થયેલી વાતોને ડિકોડ કરતાં મુંદરાના પોર્ટ પર ગરમ કપડાં બનાવવાના યાર્નમાં મોટા પાયે જેહાદી ડ્રગ્સ આવી રહ્યું હોવાની જાણ થતાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે મુંદરાથી આ ડ્રગ્સ પકડયું છે. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દિલ્હીના એક ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યંy કે, ડ્રગ્સના ઝીરો ટોલરન્સવાળા દેશો પોતાની પાસેની માહિતી જરૂર મુજબ એક બીજા દેશ સાથે શેર કરે છે, આવીજ રીતે ભારત જે દેશને ડ્રગ્સની માહિતી આપતું હતું એ દેશની ડ્રગ્સ લો એજન્સીએ માહિતી આપી હતી કે, આંતરરાષ્ટ્રીય માફિયાઓ હવે જેહાદી ડ્રગ્સને પહોંચાડવા માટે ભારતને ટ્રાન્ઝિટ રૂટ બનાવી રહ્યા છે અને એનું કોમ્યુનિકેશન રેડિયો ફ્રિક્વન્સીથી થાય છે, જેના આધારે અમે મોબાઈલ ફોન સેટેલાઇટ ફોન સિવાયની બધી કોમ્યુનિકેશન ફ્રિક્વન્સી ચેન્જ કરી, તો ખબર પડી કે, પુશ ટૂ ટોક  ગ્લોબલ વોંકો ટોકી એપથી મોબાઈલ ફોનના સિગ્નલ રેડિયો સિગ્નલમાં કન્વર્ટ કરી સાઉદી અરેબિયામાં વાત થતી હતી. અમે ટેક્નિકલ સર્વેલન્સથી એરિયા કોર્ડન કર્યો તો દિલ્હીના નેબસરાઈ વિસ્તારમાં એક મકાનમાંથી મળ્યા હતા, જેના આધારે અમે એ મકાન પર 11મે ના દિવસે રેડ કરી, તો ત્યાં ટૂરિસ્ટ વિઝા પર ભારત આવેલા સીરિયાના નાગરિકને પકડયો એના ડોક્યુમેન્ટ જોયા તો એનો વિઝા 12 ડિસેમ્બર 2025ના પૂરો થયો હતો, એ કહેતો હતો કે, એની પાસે પૈસા ખલાસ થઇ ગયા છે એટલે અહીં રહ્યો છે, તો અમે એના મકાનની તપાસ કરી તો એમાંથી ચપટી બનાવવાના મશીનમાં છુપાવેલી 31.5 કિલો કેપ્ટાગોન ડ્રગ્સ મળ્યું. એના ફોનમાં થયેલી વાતચીતના કોડવર્ડને ડિકોડ કર્યા તો 14 મેં મોડી રાત્રે મુંદરા એક શિપમાં આ કેપ્ટાગોન ડ્રગ્સ આવી રહ્યું હોવાની માહિતી મળી હતી.  આ અધિકારીએ કહ્યું કે, અમે કોઈની સાથે સંકલન કર્યું નહોતું, અમારી ટીમ ત્યાં સાદા વેશમાં પહોંચી અને  વાહનો દૂર મૂકી રિક્ષામાં મુંદરા બંદરે ગયા, ત્યાં અમને માહિતી મળી હતી કે, ગરમ કપડાં બનાવવાના યાનના નામે આવેલા કન્ટેનરમાં 196.2 ગ્રામ કેપ્ટાગોનના ત્રણ પેકેટ મળી આવ્યાં હતાં. ઓપરેશન  રેજીપીલના નામથી હાથ ધરાયેલી આ કામગીરીમાં દિલ્હી અને મુંદરા થઈને કુલ 227.7 કિલો જેહાદી ડ્રગ્સ કેપ્ટાગોન મળી આવ્યું છે. પકડાયેલા સીરિયન નાગરિક પાસેથી અમને ઘણી માહિતી મળી છે અને આ ડ્રગ્સના પૈસા હવાલાથી ક્યાં અને કોને મોકલાયા છે તથા કયા આતંકવાદી જૂથોને મોકલાયા છે એની તપાસ કરી રહ્યા છીએ. 

Panchang

dd