દયાપર, (તા. લખપત), તા. 16 : ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ.
(જીએમડીસી) દ્વારા મહિને પુજરાજપુર લખપત લિગ્નાઇટ ખાણનો જે પ્રારંભ કરાય તેવા સાનુકુળ
સંકેત મળી રહ્યા છે. ભારતની અગ્રણી ખનિજ ઉત્પાદક કંપનીને ફેબ્રુઆરીમાં વન પર્યાવરણ
મંત્રાલયમાંથી મંજૂરી મળી ગઇ છે. ત્યારે જીએમડીસી હવે વાર્ષિક 3.0 મિલિયન ટનન લિગ્નાઇટ અને
29.81 મિલિયન ટન ચુનાનો પથ્થર
(લાઇમ સ્ટોન)નું ઉત્પાદન કરશે. માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે જુન માસમાં મુખ્યમંત્રી
લિગ્નાઇટ ખાણનું ઉદ્ઘાટન કરવા આવે તેની તૈયારીઓ ચાલી રહી છે. આ બાબતે જીએમડીસી તથા
માતાના મઢમાં જે લોડીંગનું કામ કરે છે તે ખાનગી કંપની સામે ટર્નકી માઇનીંગ કોન્ટ્રાકટ
એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાયા છે. આ કરારથી રોજગારી, માનવ વિકાસ અને લાંબાગાળાનો ઔદ્યોગિક
મૂલ્ય નિર્માણ, નવી તકોનો દાવો કરાયો છે. જો કે સ્થાનીક પુનરાજપર ગ્રામજનો ઘણા સમયથી
લિગ્નાઇટ ખાણનો વિરોધ કરી રહ્યાં છે. અને તાજેતરમાં ટ્રેકટર રેલીનું પણ ખેડૂતો દ્વારા
આયોજન કરાયું હતું. બીજી બાજુ વર્માનગર જીએમડીસી વસાહતમાં 300થી વધુ મકાનો જર્જરીત થતાં
તોડી પડાયાં છે. ડબલ ડી, સી ટાઇપ સીંગલ ડી ટાઇપ વિગેરે મોટા ભાગના મકાન જર્જરીત થતાં
તેને તોડી નખાયા છે. વર્માનગર વસાહતમાં મકાન તોડી પડાતાં જાણે ધરતીકંપમાં મકાનો પડી
ગયા હોય તેવા કાટમાળ દેખાઇ રહ્યાં છે. હાલમાં જીએમડીસીના કર્મચારીઓના મકાન ઓછા પડી
રહ્યાં છે. નવા મકાનો બને ત્યારે કામ આવશે. બીજી બાજુ જીએમડીસી અકરી થર્મલ પાવર સ્ટેશન
માતાના મઢ લિગ્નાઇટ પ્રોજેકટ પણ ખાનગી કંપનીને ચલાવવા આપી દીધો છે.
જીએમડીસીના અધિકારીઓ માટેના વાહન પણ ખાનગી એજન્સીના હવાલે છે. મોટાભાગે ચૂપચાપ ખાનગીકરણ
થઇ રહ્યું છે. અકરી મોટા થર્મલ પાવર સ્ટેશન ચલાવવા ખાનગી કંપનીને આપતાં પહેલાં જીએમડીસીને
એકમ મરંમત માટે 300 કરોડો ખર્ચ
થયો છે. છતાં શરૂઆતમાં આ એકમો ખોડગાંતા ચાલ્યા હતા. પુનરાજપર, લખપત લિગ્નાઇટ ખાણ શરૂ
કરવા પૂર્વે પણ કરોડોના ખર્ચે વહીવટી કચેરી પ્રવેશ દ્વારા જીએમડીસીએ બનાવ્યાં છે. માતાનામઢ
ખાતે શ્રમિકોના શોષણ બાબતે આંદોલન થયું હતું તેજ કામદારોનું શોષણ કરતી કંપનીને પુનરાજપર
લખપતનું કામ અપાયું છે. તેવી પણ ચર્ચા જોર પકડી રહી છે. જીએમડીસી પાસે અગાઉ અદ્યતન
મશીનરી હતી છતાં પાછલા દરવાજાથી કેમ ખાનગીકરણ ઘુસી આવ્યું તે પણ પ્રશ્ન છે પ્રોજેકટમાં
જીએમડીસી રોજગારી કેમ આપશે ? તે પણ પ્રશ્ન
છે કારણે કામ જ ખાનગી કંપનીને કરવાનું છે તો જે કર્મચારીઓ ફિક્સ પગારથી ખાનગી કંપનીમાં
કામ કરશે ? જે કાયમી (નિયમીત) થાય તેવી શક્યતા નથી. ત્યારે બેરોજગારોનું ભવિષ્ય શું
? તે પણ સ્થાનીક પ્રશ્ન છે.